UAE Golden Visa નો સૌથી વધારે લાભ ભારતીયોને મળ્યો, જાણો ગોલ્ડન વિઝા શું છે અને તેના ફાયદા

|

Sep 10, 2021 | 2:49 PM

યુએઈ સરકારે 2019 માં ગોલ્ડન વિઝા રજૂ કર્યા હતો. જેના માટે રોકાણકારો. ઉદ્યોગપતિઓ તેમજ વૈજ્ઞાનિક અને રમતગમત જેવા ક્ષેત્રના વ્યાવસાયિકો અને નિષ્ણાતો અરજી કરી શકે છે.

UAE Golden Visa નો સૌથી વધારે લાભ ભારતીયોને મળ્યો, જાણો ગોલ્ડન વિઝા શું છે અને તેના ફાયદા
Golden visa

Follow us on

UAE Golden Visa : સ્ટાર ભારતીય ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ (Jiv Milkha Singh) રમતમાં પોતાની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે પ્રતિષ્ઠિત 10 વર્ષનો દુબઈ ગોલ્ડન વિઝા મેળવનાર વિશ્વનો પ્રથમ વ્યાવસાયિક ગોલ્ફર (Golfer) બન્યો છે. જીવનો દુબઈ સાથે જૂનો સંબંધ છે. તેણે અહીં ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને શહેરમાં તેના ઘણા મિત્રો છે. યુરોપિયન ટૂર પર ચાર, જાપાન ગોલ્ફ ટૂર પર ચાર અને એશિયન ટૂરમાં છ ટાઇટલ જીતનારી 49 વર્ષીય વ્યક્તિને ચુનંદા વ્યાવસાયિક ખેલાડી (Professional player) તરીકે 10 વર્ષનું ‘ગોલ્ડ કાર્ડ’ આપવામાં આવ્યું છે.

કોણ છે જીવ મિલ્ખા સિંહ

જીવ મિલ્ખા સિંહ વિખ્યાત ભારતીય દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh)નો પુત્ર છે જે ફ્લાઇંગ સિંહ તરીકે ઓળખાય છે. તે ભારતનો પ્રથમ વ્યાવસાયિક ગોલ્ફર છે. તેની માતા નિર્મલ કૌર ભારતની મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં તેણે વિશ્વના 100 શ્રેષ્ઠ ગોલ્ફરોમાં પોતાનું સ્થાન બનાવ્યું. જીવ ચંદીગઢમાં રહે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જાણો શું છે ગોલ્ડન વિઝા

અહેવાલ અનુસાર ગોલ્ડન વિઝા (Golden Visa) 10 વર્ષની રહેવાની પરમિશન હોય છે. તેની ઘોષણા 2019 માં દુબઈના ઉપરાષ્ટ્રપતિ (Vice President), પ્રધાનમંત્રી અને શાસક હીઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમ દ્વારા કરવામાં આવી હતી. 2020 માં વિશેષ ડીગ્રી, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો અને પ્રોફેશન માટે પરમીશન આપવામાં આવી હતી.

કોને કોને મળશે ગોલ્ડન વિઝાનો લાભ

યુએઈ સરકારે 2019માં ગોલ્ડન વિઝા (Golden Visa) રજૂ કર્યો હતો જેના માટે રોકાણકારો અને ઉદ્યોગપતિઓ તેમજ વૈજ્ઞાનિકો અને રમત ગમત જેવા ક્ષેત્રના વ્યાવસાયિકો અને નિષ્ણાતો અરજી કરી શકે છે.

યૂએઈમાં રહેનારા પ્રવાસીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય કામદારો, ટેકનિશિયન, એકસપર્ટ અને બિઝનેસમેન યૂએઈમાં કામ કરવા જાય છે. ગોલ્ડન વીઝાનો લાભ કલાકાર, ખેલાડી, પીએચડી ડિગ્રીધારક, ડોક્ટર, કમ્પ્યૂટર એન્જિનિયર, ઈલેક્ટ્રોનિ્ક્સ, પ્રોગ્રામિંગ, વિજળી અને જૈવ ટેકનોલોજી સાથે જોડાયેલા પ્રોફેશનલ લાભ ઉઠાવી શકે છે.

યૂએઈમાં કોઈ પણ મુશ્કેલી વિના 10 વર્ષ સુધી રહી શકે છે

ગોલ્ડન વીઝા (Golden Visa) ધરાવનાર લોકો યૂએઈમાં કોઈ પણ મુશ્કેલી વિના 10 વર્ષ સુધી રહી શકે છે. 10 વર્ષ પૂરાં થયા બાદ આ વીઝા ધારકે તેને રિન્યૂ કરાવવો પડશે. ગોલ્ડન વીઝા ધારક સામાન્ય વીઝા ધારકોની અપેક્ષાએ યૂએઈમાં વધારે સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. જેમ કે જો કોઈ યૂએઈમાં બિઝનેસ કરે છે અને તેની પાસે ગોલ્ડન વીઝા છે તો તે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ કે કંપનીની સહાયતાથી પોતાની પત્ની/પતિ અને બાળકોને યૂએઈ લઈ જઈ શકે છે. હજુ સુધી તેના માટે સ્થાનિક સ્પોન્સરની જરૂર પડતી હતી.

અત્યાર સુધી કોને મળ્યા છે ગોલ્ડન વિઝા

અગાઉ, દુબઈ દ્વારા જે ખેલાડીઓને ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે, તેમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo), પોલ પોગ્બા, રોબર્ટો કાર્લોસ, લુઈસ ફિગો અને રોમેલુ લોકાકુ, ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic), ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનો સમાવેશ થાય છે. બોલિવૂડ સ્ટાર (Bollywood star) શાહરૂખ ખાન અને સંજય દત્તને પણ આ વિઝા મળી ગયા છે.

 

આ પણ વાંચો : PM modi ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, વડાપ્રધાને ભેટ તરીકે આ ખાસ વસ્તુ મળી

Next Article