અમેરિકા જવુ છે ? જાણો કઇ રીતે કરશો Green Card માટે Apply ?

Green Card, જેને સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ઓળખ દસ્તાવેજ છે જે બતાવે છે કે વ્યક્તિ જે તે દેશમાં કાયમી રહે છે. યુ.એસ. સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ તમામ રહેવાસીઓને ગ્રીનકાર્ડ ઇશ્યૂ કરે છે કે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ કરવા માટે અધિકૃત છે. ફેમિલી દ્વારા ગ્રીન […]

અમેરિકા જવુ છે ? જાણો કઇ રીતે કરશો Green Card માટે Apply ?
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 03, 2021 | 4:39 PM

Green Card, જેને સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ઓળખ દસ્તાવેજ છે જે બતાવે છે કે વ્યક્તિ જે તે દેશમાં કાયમી રહે છે. યુ.એસ. સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ તમામ રહેવાસીઓને ગ્રીનકાર્ડ ઇશ્યૂ કરે છે કે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ કરવા માટે અધિકૃત છે.

ફેમિલી દ્વારા ગ્રીન કાર્ડ

જો તમારુ કોઇ સંબંધી યુ.એસનુ નાગરિક છે, તો તમે યુ.એસમાં હોવ ત્યારે કાયમી રહેવા માટે એપ્લાય કરી શકો છો. આ કેટેગરીમાં તાત્કાલિક સબંધીઓ, મંગેતર, વિધુર અને યુએસ નાગરિકની ક્રૂરતાનો ભોગ બનેલા વ્યક્તિને ઉમેરવામાં આવ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોજગાર દ્વારા ગ્રીન કાર્ડ

આ કેટેગરીમાં વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય અથવા એથ્લેટિક્સમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, પ્રોફેસર અથવા તો સંશોધનકાર, મલ્ટિનેશનલ કંપનીના મેનેજર અથવા એક્ઝિક્યુટિવ નો સમાવોશ થાય છે

તમારી નોકરી માટે ઓછામાં ઓછી 2 વર્ષની તાલીમ અથવા કાર્યનો અનુભવ જરૂરી છે અથવા તમારી જોબ માટે ઓછામાં ઓછી યુ.એસ. બેચલર ડિગ્રી અથવા વિદેશી સમકક્ષ ડિગ્રીની આવશ્યકતા હોય છે

યુ.એસ.ના નવા વ્યવસાયિક સાહસમાં ઓછામાં ઓછા 1 મિલીયન ડૉલર (અથવા લક્ષ્ય રોજગાર ક્ષેત્રમાં $ 500,000) નુ રોકાણ કરનાર કે જેમા ઓછામાં ઓછા 10 લોકોને ફુલ ટાઇમ રોજગારી મળતી હોય

તમે કોઇ એવા વ્યવસાય સાથે જોડાયેલા હોવ અને તમારી સેવાની જરૂર ત્યાના કોઇ વિસ્તારમાં હોય, જેમકે કોઇ તબીબી ક્ષેત્રનો વ્યક્તિ

ખાસ ઇમિગ્રન્ટ તરીકે ગ્રીન કાર્ડ

આમા ધાર્મિક કાર્યકરો માટેની પણ એક કેટેગરી સામેલ છે જો કોઇ ધાર્મિક સંગઠનનો સભ્ય યુ.એસમાં કોઇ નોનપ્રોફિટેબલ સંસ્થા માટે કામ કરવા માંગતા હોય તો તે એપ્લાય કરી શકે છે સાથે જ કોઇ બાળકને પોતાના માતા પિતા દ્વારા જ પ્રતાડિત કરવામાં આવ્યુ હોય અને કોર્ટ દ્વારા તેને રક્ષણની જરૂર હોય અથવા અમેરિકી સરકારની નીચે કામ કરી ચૂકેલા અફઘાની અથવા ઇરાકી નાગરીક એપ્લાય કરી શકે છે

શરણાર્થી અથવા અસાઇલમની સ્થિતિમાં ગ્રીન કાર્ડ

જો તમને યુ.એસ. માં ઓછામાં ઓછા 1 વર્ષ પહેલા શરણાર્થી તરીકે દાખલ કરવામાં આવ્યા હોય, તો તમે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા પાત્ર હોઈ શકો છો આ કેટેગરીમાં એવા વ્યક્તિનો સમાવેશ થાય છે જેને પોતાના વિચારોની અભિવ્યકતિ કરવા બદલ કોઇ દેશમાં ખતરો અનુભવાતો હોય, આ વ્યક્તિ શરણાર્થી બનવા માટે એપ્લાય કરી શકે છે

હ્યુમન ટ્રાફિકિંગ અને ક્રાઇમ પીડિતો માટે ગ્રીન કાર્ડ

જો તમે માનવ તસ્કરીનો શિકાર બન્યા હોવ અને હાલમાં તમારી પાસે T nonimmigrant visa હોય અથવા જો તમે કોઈ ગુનામાં પીડિત છો અને હાલમાં તમારી પાસે U nonimmigrant visa છે તો તમે ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરવા પાત્ર છો.

પીડિતો માટે ગ્રીન કાર્ડ

જો તમે યુ.એસ. નાગરિક દ્વારા અપમાનિત થયેલા માતાપિતા, જીવનસાથી અથવા સંતાન છો અથવા તો અત્યંત ક્રૂરતાનો ભોગ બન્યા છો તો VAWA સ્વ-અરજદાર તરીકે અરજી કરવા માટે પાત્ર છો

ગ્રીન કાર્ડ લોટરી

યુ.એસ. “ગ્રીન કાર્ડ લોટરી” (સત્તાવાર રીતે “ડાયવર્સિટી વિઝા લોટરી પ્રોગ્રામ” તરીકે ઓળખાય છે) હેઠળ, યુ.એસ. સરકાર દર વર્ષે છ ભૌગોલિક પ્રદેશો, જેમ કે આફ્રિકા, એશિયાથી મળેલી અર્જીઓમાંથી 50,000 જેટલા લોકોને પસંદ કરે છે.

લોંગટાઇમ-રેસિડેન્ટ ગ્રીન કાર્ડ

1 જાન્યુઆરી, 1972 થી શારીરિક રૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા વ્યક્તિઓ “રજિસ્ટ્રી” નામની વિશેષ પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.

રજિસ્ટ્રી દ્વારા ગ્રીન કાર્ડ

જ્યારે કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરી, 1972 પહેલાથી યુ.એસ. માં રહેતો હોય તો તે ગ્રીનકાર્ડ માટે અરજી કરી શકે છે

ગ્રીન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?

અંદરની અને બહારની પ્રક્રિયા: જો તમે ઉપર જણાવેલ કોઈપણ કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવા પાત્ર છો, તો તમારે પ્રથમ તપાસ કરવાની જરૂર છે કે કઈ પ્રક્રિયા પસંદ કરવી. પ્રક્રિયા 1 ‘સ્ટેટસ એડજસ્ટમેન્ટ’ છે જે યુ.એસ. માં રહેતા લોકો માટે છે અને બીજી ‘કોન્સ્યુલર પ્રોસેસિંગ’ છે જે યુ.એસ.ની બહાર રહેતા ઉમેદવારો માટે છે.

ઇમિગ્રન્ટ પિટિશન: આ પ્રક્રિયામાં કોઈ વ્યક્તિએ તમારા માટે ઇમિગ્રન્ટ પિટિશન ફાઇલ કરવાની હોય છે એટલે કે તમને સ્પોન્સર કરવાનુ હોય છે . કેટલાક કિસ્સાઓમાં તમે તમારી લાયકાત પર આધાર રાખીને તે જાતે જ એપ્લાય કરી શકો છો

યુ.એસ.સી.આઈ.એસ. સાથે ગ્રીન કાર્ડ એપ્લિકેશન: એકવાર યુ.એસ.સી.આઈ.એસ. તમારી ઇમિગ્રન્ટ પિટિશનને મંજૂરી આપે અને તમારી કેટેગરીમાં વિઝા ઉપલબ્ધ થઈ જાય, ત્યારે તમારે યુ.એસ. વિભાગ અથવા યુએસસીઆઈએસ સાથે ગ્રીન કાર્ડ એપ્લિકેશન માટે વિઝા અરજી કરવી પડશે. તેના માટે તમારે ફોર્મ I-485 ફાઇલ કરવાની જરૂર રહેશે.

બાયોમેટ્રિક્સ એપોઇન્ટમેન્ટ : ત્યારબાદ તમારે તમારી ફિંગરપ્રિન્ટ્સ, ફોટો અને સહીં રજીસ્ટર કરવા માટે બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવી પડશે.

ઇન્ટરવ્યૂ : USCIS પછી તમારી અરજીની સમીક્ષા કરશે અને તમારી સાથે ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરશે.

નિર્ણય : સમગ્ર પ્રક્રિયા બાદ તમને પરિણામ મળશે અને એકવાર ગ્રીન કાર્ડ મળી ગયા પછી તેની માન્યતા 10 વર્ષ માટેની હોય છે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">