PM Modi At G7: પ્રવાસી ભારતીયો પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યુ- તમે ભારતની સક્સેસ સ્ટોરીના બ્રાન્ડ એમ્બેસેડર છો

|

Jun 26, 2022 | 8:42 PM

PM Modi in Germany : વડાપ્રધાન મોદી હાલ જી-7 સમિતમાં ભાગ લેવા જર્મની પહોંચ્યા છે. તેમણે મ્યૂનિખમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત પણ કર્યા.

PM Modi At G7: પ્રવાસી ભારતીયો પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યુ- તમે ભારતની સક્સેસ સ્ટોરીના બ્રાન્ડ એમ્બેસેડર છો
PM Modi at G7
Image Credit source: twwiter

Follow us on

PM Modi In Germany : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીના બે દિવસના પ્રવાસે છે. ત્યા તેઓ G-7 સમિટમાં (G-7 Summit) ભાગ લેશે. સહયોગી દેશોના વડાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે. આ વખતે G-7 સમિટની મેજબાની જર્મની કરી રહ્યુ છે. તેઓ 26-27 જૂન જર્મનીના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ મ્યૂનિખમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા.

ભારતની સક્સેસ સ્ટોરીના બ્રાંડ એમ્બેસેડર તમે જ છો

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પ્રવાસી ભારતીયોને કહ્યુ કે, છેલ્લા કેટલાક દશકોથી તમે પોતના કામ અને મહેનતથી ભારતની એક મજબૂત ઓળખ બનાવી છે. આઝાદીના આ અમૃતકાળમાં તમારી પાસે અપેક્ષા વધી ગઈ છે. તમે ભારતની સક્સેસ સ્ટોરી અને તે સક્સેસ સ્ટોરીના બ્રાંડ એમ્બેસેડર પણ છો.

જળવાયુ પરિવર્તન માત્ર સરકારી નીતિનો મુદ્દો નથી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, જળવાયુ પરિવર્તન આજે ભારતમાં માત્ર સરકારી નીતિનો મુદ્દો નથી. ભારતનો યુવા જળવાયુ માટે ટેક્નોલોજીમાં નિવેશ કરી રહ્યો છે. સતત જળવાયુ પ્રથાઓ આજે ભારતના સામાન્સ વ્યકિતના જીવનનો ભાગ બની ગયુ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતીય વેક્સીને દુનિયાના કરોડો લોકોનો જીવ બચાવ્યો

વડાપ્રધાને કહ્યુ, ભારતના 90 ટકા લોકોને વેક્સીનના બન્ને ડોઝ લાગી ગયા છે. 95 ટકા વ્યયસ્ક લોકોને એક ડોઝ લાગી ગયો છે. આ એ ભારત છે, જેના માટે કેટલાક લોકો કહેતા હતા કે ભારતની વસ્તીને વેક્સીન લગાવતા 10-15 વર્ષ લાગી જશે. મેડ ઈન ઈન્ડિયા વેક્સીને ભારત સહિત દુનિયાના કરોડો લોકોના જીવ બચાવ્યા છે.

ભારત ‘મધર ઓફ ડેમોક્રેસી’ છે

વડાપ્રધાને કહ્યુ, ભારતીયોએ લોકતંત્રને નુકશાન પહોંચાડવાના ષડયત્ર કરનારને લોકતાંત્રિક રીતે જવાબ આપી દીધો છે. ભારતીયો કોઈ પણ જગ્યાએ રહે, પોતાના લોકતંત્ર પર ગર્વ કરે છે. દરેક હિન્દુસ્તાની ગર્વથી કહે છે કે ભારત ‘મધર ઓફ ડેમોક્રેસી’ છે.

ઔધોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનારો દેશ છે ભારત

વડાપ્રધાને કહ્યુ, આજે ભારતમાં દર મહિને સરેરાશ 5000 પેટન્ટ ફાઈલ થાય છે. આજે ભારત દર મહિને સરેરાશ 500 થી વધુ આધુનિક રેલ્વે કોચનું ઉત્પાદન કરી રહ્યું છે. આજે ભારત દર મહિને સરેરાશ 18 લાખ ઘરોને પાઇપ વડે પાણી પુરવઠાથી જોડે છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજીટલ ટેકનોલોજીમાં ભારત પોતાનો ઝંડો લહેરાવી રહ્યું છે.

દરેક ગામ સુધી વીજળી પહોંચી, 80 કરોડ ગરીબોને મફત અનાજ

વડાપ્રધાને કહ્યુ કે, આજે ભારતના દરેક ગામ સુધી વીજળી પહોંચી. દરેક ગામને રસ્તાઓથી જોડવામાં આવ્યા. ભારતના 99 ટકા લોકો પાસે ગેસ કનેક્શન છે. ભારતનો દરેક પરિવાર બેંકિગ વ્યવસ્થાથી જોડાયેલ છે. આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા મળી રહી છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબોને મફત અનાજની ખાતરી આપી રહ્યું છે. આટલું જ નહીં, ભારતમાં દર 10 દિવસે સરેરાશ એક યુનિકોર્ન બને છે.

Published On - 7:40 pm, Sun, 26 June 22

Next Article