ભારતીય પ્રવાસીઓ માટી ખુશખબર, હવે મલેશિયામાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી, 1 ડિસેમ્બરથી શરૂ થશે સુવિધા, જાણો સંપૂર્ણ વિગત
જો તમે વિદેશ પ્રવાસ પર જવા માંગતા હોવ તો સૌથી મોટી મુશ્કેલી વિઝાની છે. હા, આ સમસ્યા એવા દેશોમાં ઊભી થતી નથી જ્યાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે, એટલે કે તમે આ દેશોમાં વિઝા વગર જ જઈ શકો છો. હવે આવા દેશોની યાદીમાં ખૂબ જ સુંદર મલેશિયા પણ સામેલ થઈ ગયું છે. તમે 30 દિવસ માટે કોઈપણ વિઝા વિના મલેશિયા જઈ શકો છો.

મલેશિયાએ જાહેરાત કરી છે કે ભારતીયો કોઈપણ વિઝા વિના અહીં આવી શકશે. અગાઉ તાજેતરમાં વિયેતનામ, થાઈલેન્ડ અને શ્રીલંકાએ પણ આવી જ જાહેરાત કરી છે. મલેશિયામાં નવી સિસ્ટમ પહેલી ડિસેમ્બરથી અમલમાં આવશે. અનવર ઈબ્રાહિમ મલેશિયાના વડાપ્રધાન છે, તેમણે ભારતીય નાગરિકો માટે વિઝા નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
સુરક્ષા તપાસ બાદ મલેશિયાએ 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી માટે લીલી ઝંડી આપી દીધી છે. મહત્વનુ છે કે મલેશિયાએ ચીનના લોકો માટે પણ આ નિર્ણય લીધો છે. મલેશિયા તેના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માંગે છે અને તે દિશામાં આ પહેલ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય અને ચીની પ્રવાસીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે.
અહીં જવા માટે તમારે નહીં લેવા પડે વિઝા
એક અહેવાલ અનુસાર, અત્યાર સુધી ભારતીયો ઓછામાં ઓછા 24 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકતા હતા. તે યાદીમાં મલેશિયા અને વિયેતનામનો પણ સમાવેશ થાય છે. આ બાદ હવે આ સંખ્યા ઓછામાં ઓછી 26 થઈ જશે. આમાંના કેટલાક મુખ્ય દેશો છે – અંગોલા, ભૂટાન, ફિજી, ગેબોન, ગેમ્બિયા, હૈતી, કઝાકિસ્તાન, મોરેશિયસ, નેપાળ, સેનેગલ, થાઈલેન્ડ, શ્રીલંકા, વિયેતનામ અને હવે મલેશિયા.
જો કે, આ દેશોમાં તમે વિઝા વિના કેટલા દિવસો રહી શકો છો તેમાં તફાવત છે. ભૂટાનમાં, ભારતીયો ઓછામાં ઓછા 14 દિવસ માટે વિઝા-મુક્ત રહી શકે છે, જ્યારે ડોમિનિકામાં, ભારતીયો 180 દિવસ માટે વિઝા-મુક્ત રહી શકે છે.
મલેશિયામાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી#Malaysia #India #Visa #Passport #Tourism #Travel #TV9News pic.twitter.com/6Edw39w3lt
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2023
થાઈલેન્ડે પણ તાજેતરમાં કરી હતી જાહેરાત
થાઈલેન્ડે પણ હાલમાં જ પ્રવાસીઓ માટે વિઝા નિયમો હળવા કર્યા હતા. ત્યારબાદ ત્યાંની સરકારે ભારત સહિત તાઈવાનથી આવતા લોકોને 30 દિવસ માટે વિઝા વગર થાઈલેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. આ સિસ્ટમ આ વર્ષે 10 નવેમ્બરથી અમલમાં છે અને આવતા વર્ષે 10 મે સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં અનાજના એક એક દાણા માટે તરસી રહ્યા છે લોકો, ઘઉંનો લોટ 88 અને ચોખા 76 ટકા થયા મોંઘા
એક દાયકામાં ભારતીય વિદેશી પ્રવાસીઓ બમણા થઈ ગયા
વર્ષ 2011ના ડેટા પર નજર કરીએ તો આ વર્ષે વિદેશ જનારા ભારતીયોની સંખ્યા અંદાજે 1 કરોડ 40 લાખ હતી, જ્યારે વર્ષ 2019 સુધીમાં આ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ હતી. આ વર્ષે 2 કરોડ 70 લાખ ભારતીય નાગરિકો વિદેશ પ્રવાસે ગયા છે. તે પછી, કોવિડ રોગચાળાને કારણે, પ્રવાસન ક્ષેત્રની સ્થિતિ બે વર્ષ સુધી ખરાબ રહી. 2022 માં કોવિડ પછી જ્યારે હિલચાલ શરૂ થઈ, ત્યારે મુસાફરોની સંખ્યામાં ફરીથી વધારો થયો. આ વર્ષે કુલ 2 કરોડ 10 લાખ લોકો વિદેશ પ્રવાસે ગયા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
