ગજબ હો બાકી ! આ છે દુનિયાનો અનોખો ધોધ, જ્યાંથી દર સેકન્ડે નીકળે છે 300 લીટર પાણી
આજે વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ છે જે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોથી આગળ રહી જાય છે. આજે અમે તમને આવા જ એક ધોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ વાત પર વિશ્વાસ( Trust) કરવો થોડો અઘરો છે, પરંતુ તે સત્યની વધુ નજીક છે કે આજે પણ દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ છે જે વિજ્ઞાન (Science) અને વૈજ્ઞાનિકો પણ દૂર રહી ગયા છે. વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ વિશ્વમાં કેટલીક એવી જગ્યા છે, જેની સામે વિજ્ઞાનના તમામ સિદ્ધાંતો નિષ્ફળ જાય છે. આજે અમે તમને કુદરતના આવા જ ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું રહસ્ય આજદિન સુધી ખુલ્યું નથી.
અમે વાત કરી રહ્યા છીએ ફ્રાંસના બરગન્ડી રાજ્યમાં (France’s Burgundy region) વહેતા ફોસ ડીયોન ઝરણાની(Fosse Dionne spring). આ ઝરણાના પાણીનો ઉપયોગ રોમન લોકો પીવા માટે કરતા હતા. જ્યારે 17મી સદીમાં લોકો તેમાં સ્નાન કરતા હતા.
તેના પાણીના સ્ત્રોતને કોઈ શોધી શક્યું નહીં પૃથ્વી પરથી સતત નીકળતા આ પાણીના સ્ત્રોત વિશે વૈજ્ઞાનિકોએ ઘણી વાર પ્રયત્નો કર્યા છે, પરંતુ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી કે આ ઝરણામાં પાણી ક્યાંથી આવે છે? સ્થાનિક લોકો આ ધોધને કુદરતનો ચમત્કાર માને છે. આ ઝરણાની અંદરથી દર સેકન્ડે 300 લીટર પાણી પૃથ્વીની અંદરથી આવતું રહે છે. એટલું જ નહીં વરસાદની સિઝનમાં અહીંથી પ્રતિ સેકન્ડ 3000 લીટરથી વધુ પાણી નીકળવા લાગે છે.
17મી સદીથી આ ધોધના પાણીના સ્ત્રોતને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેને શોધવા ગયેલા મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા હતા. જેના કારણે આ જગ્યા વધુ રહસ્યમય માનવામાં આવતી હતી. આ ધોધ વિશે ઘણા લોકો માને છે કે તેમાં રહેલું પાણી બીજી દુનિયામાંથી આવે છે અને તે જગ્યા સાપનું ઘર છે. 1974માં બે શોધખોરોને તેના પાણીના સ્ત્રોતને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેએ તેમાં જીવ ગુમાવ્યો હતો.
આ પછી, વર્ષ 1996 માં એક શોધકર્તાએ ફરીથી પ્રયાસ કર્યો અને પછી તેની સાથે કંઈક એવું બન્યું કે આજ સુધી તેના વિશે કોઈને ખબર પડી નથી. થોડા વર્ષો પહેલા એક શોધકર્તાએ ફરી પ્રયાસ કર્યો હતો અને તે અડધા રસ્તે પાછો આવ્યો. જો કે પૃથ્વી પરથી ફૂટી રહેલા આ ઝરણાના સ્ત્રોતને જાણવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં કોઈ સફળ થઈ શક્યું ન હતું.
આ પણ વાંચો : Bunty Aur Babli 2 : રાની મુખર્જીએ કર્યો ખુલાસો, બંટી ઔર બબલી-2ના શૂટિંગ દરમિયાન લાડલી આદિરાએ કર્યું હતું આ કામ