Japan: પૂર્વ PM શિન્ઝો આબેની અંતિમ વિદાય, PM મોદીએ કહ્યું- ભારત તેમને મિસ કરી રહ્યું છે

|

Sep 27, 2022 | 4:56 PM

જાપાનના (Japan) સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન શિન્ઝો આબેની (Shinzo Abe) આ વર્ષે 8 જુલાઈએ દેશના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Japan: પૂર્વ PM શિન્ઝો આબેની અંતિમ વિદાય, PM મોદીએ કહ્યું- ભારત તેમને મિસ કરી રહ્યું છે
Shinzo Abe
Image Credit source: AFP

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Shinzo Abe) રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ રાજ્ય સમારોહમાં પીએમ મોદી સહિત 20 દેશોના રાજ્યાધ્યક્ષો હાજર રહ્યા હતા. આબેને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે ભારત તેમને મિસ કરી રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદી આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને (Fumio Kishida) મળ્યા અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.

પીએમ મોદીએ આયોજિત રાજ્ય વિધિમાં પૂર્વ પીએમ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પૂર્વ પીએમ શિન્ઝો આબેને ખૂબ મિસ કરી રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો પણ હાજર હતા. પીએમ મોદી આજે આબેની પત્નીને પણ મળશે. આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં દુનિયાભરના 100 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે આબેના રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી

પીએમ ફુમિયો કિશિદા સાથેની તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ એક વૈશ્વિક અસર પેદા કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમને કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં આપણે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના ન હતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.”

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વીટ કર્યું હતું કે, “નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ટોક્યો જવા રવાના થયા છે.” બાગચીએ ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતે જાપાનના પૂર્વ વડાપ્રધાન આબેના સન્માનમાં 9 જુલાઈ 2022ના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાત તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર હશે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે હું આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.” તેમને આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ તમામ ભારતીયો તરફથી શોક વ્યક્ત કરવા વડા પ્રધાન કિશિદા અને શ્રીમતી આબેને મળશે.

Next Article