Pakistan : ‘આવો હોય છે આઝાદ દેશ’, ફરી ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના કર્યા વખાણ, જુઓ VIDEO

|

Aug 17, 2022 | 9:25 AM

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિદેશ નીતિને લઈને ભારતના વખાણ કરતા રહે છે. ફરી એકવાર તેણે ભારતના વખાણ કર્યા છે, તેણે રેલીમાં વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો લોકોને સંભળાવ્યો હતો.

Pakistan : આવો હોય છે આઝાદ દેશ, ફરી ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના કર્યા વખાણ, જુઓ VIDEO
Pakistan Former PM imran khan

Follow us on

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ભારત અને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના (Foreign Policy) વખાણ કર્યા છે. લાહોરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, કેવી રીતે ભારત (India) પોતાની વાતને મક્કમતાથી રાખે છે અને કોઈ પણ પશ્ચિમી દેશના દબાણમાં આવીને નિર્ણય લેતું નથી. તેણે ભરચક મીટિંગમાં વિદેશ મંત્રી એસ જયશંકરનો (S Jaishankar) વીડિયો પણ પ્લે કર્યો હતો, જેમાં તેણે રશિયા પાસેથી તેલ લેવા અંગે જવાબ આપ્યો હતો.

હું આ ગુલામીની વિરુદ્ધ છું : ઈમરાન ખાન

ઈમરાન ખાને કહ્યું કે, ભારતના વિદેશ મંત્રીને કહેવામાં આવ્યું હતુ  કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો. ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે, ચીન સાથે અમારી કોઈ ભાગીદારી નથી. જ્યારે અમેરિકાએ કહ્યું કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો, ત્યારે તેમના વિદેશ મંત્રીએ કહ્યું કે તમે કોણ છો અમને કહેવા વાળા, યુરોપ તેમની પાસેથી ગેસ ખરીદે છે.અમારા લોકોને જરૂર છે, અમે રશિયા(Russia) પાસેથી તેલ ખરીદીશું. આ એક આઝાદ દેશ છે. જ્યારે આ આયાતી સરકાર અમારી પાસે આવી ત્યારે અમે રશિયનો પાસેથી સસ્તું તેલ ખરીદવાની વાત કરી હતી. પરંતુ તેમનામાં હિંમત ન હતી. અહીં તેલ અને પેટ્રોલના (petrol) ભાવ આસમાને છે. લોકો ગરીબીમાં જીવે છે. હું આ ગુલામીની વિરુદ્ધ છું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જુઓ વીડિયો

ઈમરાન ખાને  ઘણી વખત ભારતની કરી છે પ્રશંસા

ઈમરાન કાને રેલીમાં કહ્યું કે જો ભારત… જેણે આપણી સાથે આઝાદી મેળવી છે, જો તેની વિદેશ નીતિ પોતાના લોકોની જરૂરિયાતો અનુસાર બનાવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે, તો આ લોકો કોણ છે, જેઓ કહે છે કે ભિખારીઓ પસંદ કરવા માટે નથી ?

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને શાહબાઝ શરીફ (Pakistan PM Shehbaz sharif) અને તેમની સરકાર પર નિશાન સાધતા ભારતના વખાણ કર્યા હોય. જયશંકરનો આ વીડિયો ત્રણ જૂનનો છે, જ્યારે તેમને રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા કે રશિયન ગેસ ખરીદવાથી યુદ્ધ માટે ભંડોળ નથી મળતું ? શું ભારત માત્ર રશિયાના યુદ્ધને ફંડ આપવા તેલ લઈ રહ્યું છે ? જેનો જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો.

Next Article