Indian Submarine Pakistan: પોતાની ચાલમાં પોતે ફસાયુ પાકિસ્તાન, ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીએ જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

|

Oct 19, 2021 | 9:56 PM

ભારતીય નૌકાદળના પૂર્વ પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ સબમરીનની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. તેમણે કહ્યું છે કે કોઓર્ડિનેટ બતાવે છે કે જ્યારે વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે ભારતીય સબમરીન આંતરરાષ્ટ્રીય પાણીમાં હતી

Indian Submarine Pakistan: પોતાની ચાલમાં પોતે ફસાયુ પાકિસ્તાન, ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીએ જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
Pakistan Fake Claim on Submarine

Follow us on

Pakistan Fake Claim on Indian Submarine: પાકિસ્તાની સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે ગયા સપ્તાહે ભારતીય સબમરીનને પાકિસ્તાની પાણીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. પાકિસ્તાનના દાવા પર ભારતીય નૌસેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ અંગે પાકિસ્તાની સેનાએ એક નિવેદન(Pakistan on India)માં જણાવ્યું હતું કે, આ ઘટના 16 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પાકિસ્તાની નૌકાદળના પેટ્રોલિંગ વિમાને ભારતીય સબમરીનની હાજરી શોધી હતી. નૌસેનાએ 16 ઓક્ટોબરના રોજ ભારતીય સબમરીન શોધી કાઢી હતી અને તેને પાકિસ્તાની પાણીમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. 

પાકિસ્તાની સેનાની પ્રચાર વિંગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ અંગે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેના કારણે તેનો ખોટો દાવો સામે આવ્યો છે. પાકિસ્તાન નેવી (Indian Submarine Fake Pakistan Claim) ના આ વિડીયોમાં જીપીએસ કોઓર્ડિનેટ્સ દેખાય છે. તેના આધારે ભારતીય નૌકાદળના પૂર્વ પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ સબમરીનની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. તેમણે કહ્યું છે કે કોઓર્ડિનેટ બતાવે છે કે જ્યારે વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે ભારતીય સબમરીન આંતરરાષ્ટ્રીય પાણીમાં હતી. આનાથી પાકિસ્તાનનો દાવો ખોટો સાબિત થાય છે. 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તે જરૂરી નથી કે પાકિસ્તાને ત્યાં માત્ર ભારતીય સબમરીન જ જોઈ હોય. કેપ્ટન ડી કે શર્માએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, મકરાણ કિનારે 200 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય જળમાં સબમરીનને ક્યારે અને કેવી રીતે અટકાવવામાં આવી તે જાણવા તેઓ ઉત્સુક છે. બીજું એ જરૂરી નથી કે અરબી સમુદ્રમાં હાજર સબમરીન માત્ર ભારતની જ હોવી જોઈએ. (India Pakistan Latest News) શર્માએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સેનાના ISPR દ્વારા પણ આવો જ દાવો થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગની ઝાટકણી કાઢતા તેમણે તેમને ફરી પ્રયાસ કરવાની સલાહ આપી છે. 

પાકિસ્તાની સેનાએ કહ્યું કે વર્તમાન સુરક્ષા પરિસ્થિતીને જોતા પાકિસ્તાની નૌકાદળ દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે કડક નજર રાખી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્રીજી ઘટના છે, જ્યારે ભારતીય સબમરીનને શોધી કાઢવામાં આવી હતી અને સમય પહેલા અટકાવવામાં આવી હતી (Indian Pakistan Submarine Issue). સેનાએ કથિત ઘટનાના ટૂંકા વીડિયો ફૂટેજ પણ જારી કર્યા છે. 

સેનાએ કથિત ઘટનાના ટૂંકા વીડિયો ફૂટેજ પણ જારી કર્યા છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે આવી ઘટના છેલ્લી વખત માર્ચ 2019 માં બની હતી, જ્યારે પાકિસ્તાની નૌસેનાએ ભારતીય સબમરીન શોધી કાઢી હતી અને તેને દેશના પાણીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. નિવેદન અનુસાર, આવો જ બીજો પ્રયાસ નવેમ્બર 2016 માં ભારતીય સબમરીન દ્વારા કરવામાં આવ્યો હતો, જેને શોધી કાઢીને પાકિસ્તાની જળમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Next Article