અમેરિકામાં 14,500થી વધુ ફ્લાઈટ્સ રદ, બરફના તોફાનના કારણે સાઉથવેસ્ટ એરલાઈન્સ પર સંકટ

|

Dec 29, 2022 | 10:14 AM

એટલાન્ટા, શિકાગો, ડેન્વર, ડેટ્રોઇટ અને ન્યુયોર્ક સુધી એરપોર્ટ (air port )ખરાબ હાલતમાં હતા. બફેલો એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ તોફાનથી બફેલો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.

અમેરિકામાં 14,500થી વધુ ફ્લાઈટ્સ રદ, બરફના તોફાનના કારણે સાઉથવેસ્ટ એરલાઈન્સ પર સંકટ
અમેરિકામાં બરફ વર્ષાથી સ્થિતિ ખરાબ (ફાઇલ ફોટો)

Follow us on

અમેરિકાના અનેક રાજ્યોમાં આવેલા બરફના તોફાને ભારે તબાહી મચાવી હતી. ઉત્તરપૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોમાં બરફના તોફાનની અસર ચાલુ છે અને તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેથી હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. હાલમાં નવ રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. બીજી તરફ, NNIના અહેવાલો અનુસાર, અમેરિકાની સાઉથવેસ્ટ એરલાઈન્સે 23 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 14,500થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. ઉપરાંત, ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware અનુસાર, 28 ડિસેમ્બરની સવારે 2,500 વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બટિગીગે બુધવારે જણાવ્યું હતું કે હજારો રદ કરાયેલી ફ્લાઇટ્સ સિસ્ટમની નિષ્ફળતા છે. તેમણે કહ્યું કે શિયાળાની મોસમ સમગ્ર દેશની સિસ્ટમને અસર કરી રહી છે અને તમામ એરલાઈન્સને ખોરવી રહી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી છે

વાસ્તવમાં ભૂતકાળમાં અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી હતી, જેમાં અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. પશ્ચિમ ન્યૂયોર્કમાં બરફના તોફાનના કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના મૃત્યુ બફેલોમાં થયા છે. આ સાથે આ તોફાનથી અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત થયા છે. અમેરિકામાં બરફના તોફાનના કારણે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી યથાવત છે. વેસ્ટર્ન ન્યૂયોર્કમાં લોકો ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે. તોફાન અને હિમવર્ષાને કારણે બફેલો માટે પણ પરિસ્થિતિ મુશ્કેલ બની છે.

 


સદીની સૌથી ખરાબ હિમવર્ષા

બફેલોના વતની અને શહેરના ગવર્નર કેથી હોચુલે તેને સદીનું હિમવર્ષા ગણાવ્યું હતું. તેણે કહ્યું, આ યુદ્ધના ક્ષેત્રમાં જવા જેવું છે. તેમણે કહ્યું કે ઘણા ઈમરજન્સી વાહનો ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શક્યા નથી અથવા તો બરફમાં ફસાઈ ગયા છે.

હિમવર્ષાનો વિનાશ

તે જ સમયે, નેશનલ વેધર સર્વિસ અનુસાર, પશ્ચિમ ન્યૂયોર્કના કેટલાક વિસ્તારોમાં નવ ઇંચ સુધી બરફ પડી શકે છે. એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે, “આ સૌથી ખતરનાક તોફાન છે જેમાં આપણે જીવ્યા છીએ.” અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ વાવાઝોડું કેનેડાથી મેક્સિકો સુધી ફેલાયું હતું.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 10:14 am, Thu, 29 December 22

Next Article