Dubai: ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે જ કાર્ગોમાંથી ભાગી ગયું રીંછ, એરપોર્ટ પર મચી ગઈ દોડધામ, જુઓ Viral Video
આ ઘટનાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને કારણે આ ઘટનાની ચર્ચા વધુ થઈ રહી છે. દુબઈથી બગદાદ જતી ઈરાક એરવેઝની ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી રીંછ નાસી છૂટ્યું હતું.
દુબઈમાં એક વિચિત્ર ઘટનામાં ઈરાકના વડાપ્રધાને તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના એરલાઇનના કાર્ગો હોલ્ડમાંથી છટકી ગયેલા ગ્રીઝલી રીંછને લગતી હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને કારણે આ ઘટનાની ચર્ચા વધુ થઈ રહી છે. દુબઈથી બગદાદ જતી ઈરાક એરવેઝની ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી રીંછ નાસી છૂટ્યું હતું.
આ ઘટનાને પગલે એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી અને મુસાફરોમાં બેચેની ફેલાઈ ગઈ હતી. સુરક્ષાના કારણે ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી. રીંછને પ્લેનમાંથી બહાર કાઢ્યા બાદ પ્લેનના કેપ્ટને મુસાફરોની માફી માંગી હતી. આ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઈરાક એરવેઝે કોઈ ગેરરીતિ સ્વીકારી નથી અને કહ્યું છે કે તેણે સલામતીના નિયમોનું પાલન કર્યું છે.
ઇરાકના વડાપ્રધાને તપાસનો આદેશ આપ્યો
ઈરાકના વડાપ્રધાને આ ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો છે. વડાપ્રધાને અધિકારીઓને રીંછ સાથેની આ અનોખી ઘટનાની તપાસ કરવાની સૂચના આપી છે. જેથી આ બાબતનું સત્ય અને કારણ સ્પષ્ટ થઈ શકે છે.
ફ્લાઇટ મોડી પડતા મુસાફરોમાં નારાજગી
આ વિચિત્ર ઘટનાને કારણે ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. મુસાફરોએ વિમાનના કેપ્ટન સામે નારાજગી વ્યક્ત કરી અને માફી માંગવા દબાણ કર્યું. આના કારણે એરક્રાફ્ટની કામગીરીમાં વિલંબ થયો, પરંતુ ઇરાક એરવેઝ દ્વારા તેને સુરક્ષિત રીતે સંભાળવામાં આવ્યું.
Bear breaks out from a container in the cargo hold of an Iraqi Airways flight from Baghdad to Dubai – https://t.co/5KJeGp3orA pic.twitter.com/HicKz2An0H
— Iraqi News (@IraqiNews_com) August 5, 2023
ઘટનાનો વીડિયો થયો વાયરલ
રીંછ સાથે પ્લેનમાંથી બહાર નીકળવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુસાફરોના આક્રોશ અને પ્લેનના કેપ્ટન દ્વારા માફી માંગવાનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો હતો. લોકોએ તેને ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યો છે અને આ ઘટના પર અનેક સવાલો ઉભા થયા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો