Vadodara: દંતેશ્વરના ગુમ વેપારીનો મૃતદેહ ગજાપુરા ગામની કેનાલમાંથી મળ્યો, વેપારીએ આપઘાત કર્યો કે હત્યા કરાઇ તે મુદ્દે તપાસ હાથ ધરાઈ, જુઓ Video
વડોદરાના વેપારીની રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા તેના મોતનું રહસ્ય ઘેરું બન્યું છે. દંતેશ્વરમાં રહેતા અને પ્રતાપનગરમાં મોબાઇલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારી આનંદ પટેલ 4 ઓગસ્ટથી ગુમ થયો હતો.
Vadodara : વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલા વેપારીના મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વેપારીની રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા તેના મોતનું રહસ્ય ઘેરું બન્યું છે. દંતેશ્વરમાં રહેતા અને પ્રતાપનગરમાં મોબાઇલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારી આનંદ પટેલ 4 ઓગસ્ટથી ગુમ થયો હતો. તેમણે મોરબીના વેપારીને 6.80 લાખ રૂપિયા આપ્યા હતા.
પરંતુ વેપારીએ નાણાં પરત ન કરતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. 4 ઓગસ્ટે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત ન ફરતાં પરિવારજનોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પંચમહાલના હાલોલ પાસેની કેનાલમાંથી તેમની લાશ મળી આવી હતી. ત્યારે વેપારીએ આર્થિક ભીંસને કારણે આપઘાત કર્યો છે કે તેની હત્યા કરાઇ છે તે મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.
વેપારીએ આપઘાત કર્યો કે હત્યા કરાઇ તે મુદ્દે તપાસ હાથ ધરાઈ
મૃતકે પોલીસ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી. તો વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી. પરંતુ પોલીસ વારંવાર ધક્કા ખવડાવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
મૃતક આનંદ પટેલે વિશાલ જગસાણીયા, જય અમૃતિયા તેમજ જીગ્નેશ વ્યાસ વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેમણે આંગડિયા પેઢી થકી 6.80 લાખ રૂપિયા રાજકોટ સ્થિત વિશાલને મોકલ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં રૂપિયા સ્વીકારનાર નજરે પડે છે. આનંદ પૈસા પરત માગતા તેને ફોન પર ધમકીઓ આપવામાં આવી હતી. જેની ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
