રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી ખળભળાટ, પ્લેનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાયું

|

Jan 21, 2023 | 12:19 PM

ધમકીઓ મળ્યા બાદ આ ફ્લાઈટને(Flight) ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. તે ફ્લાઈટ રુસના પર્મ એરપોર્ટથી ગોવા જઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં 238 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર છે.

રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી ખળભળાટ, પ્લેનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાયું
International Flight - File Photo

Follow us on

રશિયાથી ગોવા જઈ રહેલી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. માહિતી મળ્યા બાદ આ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટ તારુસના પર્મ એરપોર્ટથી ગોવા જઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં 238 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. તેમણે કહ્યું કે અઝુર એર (AZV 2463)ની ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

અઝુર એરલાઇનનું એરક્રાફ્ટ નંબર AVZ 2463 ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉતરતા પહેલા વાળવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, “ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર તરફથી મોડી રાત્રે 12.30 વાગ્યે એક ઈમેલ મળ્યા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પ્લેનમાં બોમ્બ હોવાની વાત કરવામાં આવી હતી.”

12 દિવસમાં આવી બીજી ઘટના

જણાવી દઈએ કે 12 દિવસમાં આ બીજી વખત છે જ્યારે રશિયાથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ છે. અગાઉ 10 જાન્યુઆરીએ રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા જઈ રહી હતી. તાત્કાલિક પગલાં લેતા, ATCએ આ ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જો કે સંપૂર્ણ શોધખોળ બાદ પણ ફ્લાઈટમાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 11:40 am, Sat, 21 January 23

Next Article