AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાલાકોટમાં આવેલા જૈશના ટેરર સેન્ટરનું બિહામણું રૂપ, સીડી પર જ દોરાયા હતા US-UKના ઝંડા, આતંકીઓને આત્મઘાતી બનાવવાની અપાતી હતી ખાસ તાલીમ

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સેન્ટરનું દ્રશ્ય જ ખૌફનાક છે. તેની સીડી પર દુશ્મન દેશોના ઝંડાઓ. અને જેમ દરેક સ્કૂલ-કોલેજમાં દર વર્ષે વિદ્યાર્થીઓનું કૉન્વોકેશન થાય તેમ અહીં દર વર્ષે આતંકીઓની એક પાસિંગ આઉટ પરેડ થતી. પુલાવામા અટકેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઘણાં ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરી દીધા. એવામાં એર સ્ટ્રાઈકમાં જૈશના 200-300 આતંકીઓ માર્યા […]

બાલાકોટમાં આવેલા જૈશના ટેરર સેન્ટરનું બિહામણું રૂપ, સીડી પર જ દોરાયા હતા US-UKના ઝંડા, આતંકીઓને આત્મઘાતી બનાવવાની અપાતી હતી ખાસ તાલીમ
| Updated on: Feb 27, 2019 | 5:44 AM
Share

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સેન્ટરનું દ્રશ્ય જ ખૌફનાક છે. તેની સીડી પર દુશ્મન દેશોના ઝંડાઓ. અને જેમ દરેક સ્કૂલ-કોલેજમાં દર વર્ષે વિદ્યાર્થીઓનું કૉન્વોકેશન થાય તેમ અહીં દર વર્ષે આતંકીઓની એક પાસિંગ આઉટ પરેડ થતી.

પુલાવામા અટકેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઘણાં ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરી દીધા. એવામાં એર સ્ટ્રાઈકમાં જૈશના 200-300 આતંકીઓ માર્યા જવાના સમાચાર આવ્યા.

બાલાકોટ કે જે જૈશના આતંકીઓનો ગઢ હતો અને અહીં જ આતંકીઓને આત્મઘાતી હુમલાઓ માટે તૈયાર કરવામાં આવતા. આ એક ફાઈવ-સ્ટાર ટ્રેઈનિંગ સેન્ટર હતું જેમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ જેવી તમામ સુવિધાઓ હતી.

બાલાકોટના જંગલોની વચ્ચે 6 એકરમાં ફેલાયેલા જેશ-એ-મોહમ્મદના ટેરર સેન્ટરની એન્ટ્રી પરથી જ લોકોના મગજ પર નફરતની છાપ ઉભી થાય તેવા પ્રયાસો કરાયા હતા. આ સેન્ટર્સને બિહામણું રૂપ આપવામાં આવતું હતું. તેની સીડી પર અમેરિકા, યૂનાઈટેડ કિંગડમ અને ઈઝરાયલના ઝંડા પેઈન્ટ કરવામાં આવ્યા હતા જેથી ત્યાં આવતા યુવાનોને પોતાના દુશ્મનો યાદ રહે.

આ સેન્ટરમાં આશરે 600 લોકો આવી શકતા હતા. અહીં એક પાર્કિંગ સ્પેસ માત્ર મસૂદ અઝહર અને તેના ભાઈઓની SUV માટે બની હતી. મુખ્ય હૉલની છતમાં આંખો અંજાઈ જાય તેવી LED લાઈટ્સ અને જૈશના ઝંડા લાગેલા હતા.

હાલમાં જ સામેલ કરવામાં આવેલા આતંકીઓમાં 26 લોકો રાવલપિંડી અને અટૉક જિલ્લાથી હતા. જેમાં સૌથી નાનો 21 વર્ષનો અબ્દુલ હફીઝ હતો.

આ સેન્ટર માટે પસંદ કરવામાં આતા લોકોને તેમની જાતિ અને સમુદાય આધારે બોલાવાતા. આ સેન્ટરની શરૂઆત 2003-04માં થઈ હતી.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર તેના 3 ભાઈઓ સાથે અજમત-એ-કુરાન કોન્ફરન્સ જોઈ રહ્યા છે. આ વીડિયોમાં અઝહરનો ભાઈ અબ્દુલ રાઉફ અઝહર આશરે 10 હજાર લોકોે પોતાના સદસ્ય તલ્હા રશીદનો બદલો લેવાનું કહે છે. તે કહે છે કે સમુદ્ર અને પહાડોના રસ્તે ભારતમાં દાખલ થઈ, સોમનાથ મંદિર અને બાબરી મસ્જિદ સ્થળ પર હુમલો કરો.

આ સેન્ટરમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં આતંકીઓની ટ્રેઈનિંગ ખતમ થાય ત્યારે બાદ પાસિંગ આઉટ પરેડ પણ થતી હતી.

[yop_poll id=1844]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">