રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોત

|

Sep 20, 2021 | 2:00 PM

યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, આ ગોળીબાર (Firing)શા માટે થયો તે હજુ સ્પષ્ટ થયુ નથી. જો કે હુમલાખોર પાસે કોઈ ઘાતક હથિયારો ન હોવાનું સામે આવી રહ્યુ છે.

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોત
Perm State University (File Photo)

Follow us on

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં (Perm State University) ગોળીબાર થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. રશિયાની ટાસ એજન્સીના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ યુનિવર્સિટીમાં પ્રવેશીને અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. આ ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે.જો કે હુમલાખોરોએ ક્યા કારણોસર આ ફાયરિંગ (Firing) કર્યુ તે હજુ સામે આવ્યુ નથી.

જુઓ વીડિયો 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી

રશિયન ન્યુઝ એજન્સી TASS અનુસાર, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ યુનિવર્સિટી બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. ઉપરાંત બિલ્ડિંગના ઓડોટોરિયમમાં તાળુ હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવવા મજબુર બન્યા હતા.

 

પર્મ સ્ટેટ યુનિવર્સિટી

પર્મ સ્ટેટ યુનિવર્સિટી રશિયાના પર્મ શહેરમાં (Perm City)  આવેલી છે અને દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં અભ્યાસ માટે આવે છે. મળતી માહિતી મુજબ, હુમલાખોરને હાલ કસ્ટડીમાં (Custody) લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 ગોળીબાર શા માટે થયો તે હજુ સ્પષ્ટ નથી

યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યુ હતુ  કે આ ગોળીબાર શા માટે થયો તે હજુ સ્પષ્ટ નથી. હુમલાખોર પાસે કોઈ ઘાતક હથિયારો મળી આવ્યા નથી. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ (Press Service) દ્વારા યુનિવર્સિટી સત્તાવાળાઓને  કેમ્પસ ન છોડવા વિનંતી કરવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 આ પણ વાંચો: Canada poll News: કેનેડામાં આજે પડશે વોટ, સમય કરતા વહેલા ચૂંટણી કરાવવાની કિંમત ચુકવવી પડશે પીએમ ટ્રુડો ને?

 આ પણ વાંચો:  76th UNGA: આજથી ન્યૂયોર્કમાં ભેગા થશે 10 દેશનાં નેતા, જાણો શું છે કારણ

Published On - 1:14 pm, Mon, 20 September 21

Next Article