જાણો યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઈડની ભારત યાત્રાનો મુખ્ય હેતુ

|

Mar 11, 2021 | 7:06 PM

યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઇડ જે. ઓસ્ટિન 19 થી 21 માર્ચ દરમ્યાન ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમ્યાન તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરશે.

જાણો યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઈડની ભારત યાત્રાનો મુખ્ય હેતુ

Follow us on

યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઇડ જે. ઓસ્ટિન 19 થી 21 માર્ચ દરમ્યાન ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમ્યાન તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરશે. તેમની પ્રથમ વિદેશ યાત્રાના ભાગરૂપે સચિવ Austin  ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ પર ભાર મૂકશે.

આ મુલાકાત દરમિયાન, બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક સુરક્ષા પડકારો અને ભારત-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા જાળવવાના સામાન્ય હિતો વિશે ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ સહયોગ વિશેની ચર્ચામાં બંને દેશો કેવી રીતે તેમના લશ્કરી દળો વચ્ચે પરસ્પર સહયોગ અને સંરક્ષણ વેપાર અને ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ સચિવ જનરલ લોઈડ જે. Austin એ  ટ્વિટર  પર લખ્યું છે, “સંરક્ષણ સચિવ તરીકે હું મારી પહેલી વિદેશી યાત્રા પર છું. હું મારા સમકક્ષો અને અન્ય અધિકારીઓને મળીને અમારા સમકક્ષો અને ભાગીદારીના મહત્વ વિશે ચર્ચા કરીશ.” અને સાથે અમે એક મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યેની યુ.એસ.ની પ્રતિબદ્ધતાને મજબુત બનાવશે.હું મારા સમકક્ષ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળવા માટે ભારત જઈશ અને યુએસ-ભારતના અન્ય વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા નેતાઓને મળશે, હું મુખ્ય સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા અને સહયોગને આગળ વધારવાની ચર્ચા કરીશ. બંને દેશો વચ્ચે. “

Published On - 7:05 pm, Thu, 11 March 21

Next Article