Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ઇસ્લામિક દેશમાં ખુલ્લેઆમ દારૂ પિવા માટે આપવામાં આવશે છૂટ, જાણો કારણ

અધિકારીએ કહ્યું કે તેઓ એવી કેટલીક જગ્યાઓ નક્કી કરશે જ્યાં ચાહકોને દારૂ મળી શકે. આ સ્થાન પરંપરાગત સ્થળોથી દૂર હશે.

આ ઇસ્લામિક દેશમાં ખુલ્લેઆમ દારૂ પિવા માટે આપવામાં આવશે છૂટ, જાણો કારણ
Fans will be allowed to drink alcohol during the FIFA World Cup 2022 in Qatar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 3:49 PM

ઇસ્લામિક દેશો (Islamic Country) મોટેભાગે ખૂબ જ રૂઢિચુસ્ત હોય છે અને આ દેશના કાયદાઓ પણ ખૂબ કડક હોય છે. તેવામાં હવે પહેલી વાર કતરમાં લોકોને ખુલ્લેઆમ બીયર પીવાની પરવાનગી આપવામાં આવશે. તો ચાલો જાણીએ કે કેમ આ દેશને પોતાના નિયમોમાં છૂટછાટ આપવી પડી.

FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) દરમિયાન કતરમાં (Qatar) વિદેશી ચાહકો માટે દારૂ પર પ્રતિબંધ રહેશે નહીં. કતર ટૂર્નામેન્ટ લગભગ 10 લાખ વિદેશી ચાહકોને આકર્ષશે તેવી અપેક્ષા છે અને દેશ તેમના માટે તેની નીતિમાં ફેરફાર કરવા તૈયાર છે. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, 2022 વર્લ્ડ કપ માટે ફૂટબોલ ચાહકોને સ્ટેડિયમમાં બીયર પીવાની મંજૂરી આપવા માટે FIFA અને બિયર કંપની Anheuser-Busch InBev NV ના દબાણ વચ્ચે કતર FIFA વર્લ્ડ કપના અધિકારીઓ સ્ટેડિયમમાં આલ્કોહોલ પ્રતિબંધ હળવો કરી રહ્યા છે.

જોકે, કતર ફિફા વર્લ્ડ કપના અધિકારીઓએ હજુ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. આયોજકોએ ચાહકોની માંગને સમાવવા માટે વધતી જતી ઈચ્છાનો સંકેત આપ્યો છે, કારણ કે ટુર્નામેન્ટ નજીક આવી રહી છે. એક પ્રવક્તાએ કહ્યું, ‘જૂથ તમામ સ્થાનિક અને મુલાકાતી ચાહકો માટે કામ કરી રહ્યું છે. વર્લ્ડ કપમાં આલ્કોહોલની ડિલિવરી અંગેની કતરની સર્વોચ્ચ સમિતિએ વચન આપ્યું છે કે સ્ટેડિયમ અને અન્ય હોસ્પિટાલિટી સ્થળોની બહારના ‘ફેન ઝોન’માં આલ્કોહોલ ઉપલબ્ધ થશે. વધુ વિગતો સમયસર જણાવવામાં આવશે.’

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

તમને જણાવી દઈએ કે બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઈજીપ્તના ચાહકોને પણ કતર આવવાની મંજૂરી આપવામાં આવશે. આ તમામ દેશોએ રાજકીય કારણોસર કતરનો બહિષ્કાર કર્યો છે. અગાઉ વર્લ્ડ કપના ચીફ એક્ઝિક્યુટિવ નાસેર અલ-ખાતેરે કહ્યું હતું કે, “કતર એક રૂઢિચુસ્ત દેશ છે અને દારૂ એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી, પરંતુ આતિથ્યનો ભાગ છે.” વર્લ્ડ કપ માટે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિદેશી ચાહકો માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવે.

અધિકારીએ કહ્યું કે તેઓ એવી કેટલીક જગ્યાઓ નક્કી કરશે જ્યાં ચાહકોને દારૂ મળી શકે. આ સ્થાન પરંપરાગત સ્થળોથી દૂર હશે.

આ પણ વાંચો –

ઓસ્ટ્રેલિયાએ ખોલી ડ્રેગનની પોલ : ગલવાન હિંસામાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા, અનેક સૈનિકો નદીમાં વહી ગયા

આ પણ વાંચો –

Russia Ukraine Conflict: રાષ્ટ્રપતિ બાઈડને 2000 અમેરિકી સૈનિકોને યૂરોપ મોકલવાનો આપ્યો આદેશ, રશિયાએ ઉઠાવ્યો વાંધો

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">