
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત મોટા-મોટા નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પે ગયા ગુરુવારે એલાન કર્યુ કે તેમણે યુદ્ધ વિભાગ (રક્ષા મંત્રાલય) ને પરમાણુ હથિયારોનું પરીક્ષણ તાત્કાલિક ફરી શરૂ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં છેલ્લા 33 વર્ષોથી પરમાણુ પરીક્ષણ પર રોક લાગેલી છે. તેમના નિર્ણયોને યોગ્ય ઠેરવવા માટે ટ્રમ્પે રશિયા અને ચીન તરફ ઈશારો કર્યો. ટ્રમ્પે દાવો કર્યો કે ચીન પાંચ વર્ષની અંદર અમેરિકાની બરાબરી કરી લેશે. ટ્રમ્પના આ નિવેદનોએ ભારે અસંમજસની સ્થિતિ ઉભી કરી દીધી છે. ટ્રમ્પે એ નથી જણાવ્યુ કે શું અમેરિકા વાસ્તવમાં ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કરશે. જે શીતયુદ્ધ દરમિયાન સામાન્ય હતા. ટ્રમ્પે એક ટીવી ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે “રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને ત્યાં સુધી કે પાકિસ્તાન પણ અણુ પરીક્ષણ કરી રહ્યુ છે પરંતુ તેઓ તે વિશે વાત કરતા નથી.” આનાથી અનેક લોકો વિચારતા થઈ ગયા છે કે શું ટ્રમ્પનો દાવો સાચો છે? આ ઉપરાંત, અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે- શું અન્યોની જાણકારી...
Published On - 6:23 pm, Tue, 4 November 25