Russia Facebook Ban: રશિયામાં ફેસબુક પર પ્રતિબંધ! સરકાર સમર્થિત એકાઉન્ટસ પર કરવામાં આવેલી કાર્યવાહીનો બદલો

Russia Facebook Ban : યુક્રેન પર રશિયાના હુમલા પછી ફેસબુકે રશિયન સરકાર સાથે જોડાયેલા એકાઉન્ટ્સના એકસસ મર્યાદિત કર્યા હતા.

Russia Facebook Ban: રશિયામાં ફેસબુક પર પ્રતિબંધ! સરકાર સમર્થિત એકાઉન્ટસ પર કરવામાં આવેલી કાર્યવાહીનો બદલો
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 7:04 AM

રશિયા (Russia) એ શુક્રવારે ફેસબુક (Facebook) પર ‘આંશિક પ્રતિબંધ’ની જાહેરાત કરી છે. મોસ્કો (Moscow) દ્વારા આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે યુક્રેન (Ukraine) પર હુમલા બાદ સોશિયલ મીડિયા કંપનીએ રશિયન સરકાર સમર્થિત કેટલાય એકાઉન્ટ્સની પહોચને મર્યાદિત કરી હતી. રશિયન રાજ્ય સંચાર એજન્સી Roskomnadzor એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને રાજ્ય સમાચાર એજન્સી RIA નોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ Zvezda અને ક્રેમલિન તરફી સમાચાર સાઇટ્સ Lenta.Ru અને Gazeta.Ru પર ગુરુવારે લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવા માટે હાકલ કરી છે. એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી.

Roskomnadzor અનુસાર, એકાઉન્ટ્સ પરના પ્રતિબંધોમાં તેમની સામગ્રીને અવિશ્વસનીય તરીકે ચિહ્નિત કરવા અને Facebook પર પ્રેક્ષકોને ઘટાડવા માટે સર્ચ રિઝલ્ટ પર તકનીકી પ્રતિબંધો મૂકવાનો સમાવેશ થાય છે. Roskomnadzor જણાવ્યું હતું કે ફેસબુક પર તેનો ‘આંશિક પ્રતિબંધ’ શુક્રવારથી લાગુ થશે. એ પણ કહ્યું કે આ પગલાનો ચોક્કસ અર્થ શું છે તે સ્પષ્ટ નથી.

રશિયન મીડિયા એકાઉન્ટ પર નથી મૂકવામાં આવ્યા પ્રતિબંધ

તેના સત્તાવાર નિવેદનમાં, રોસ્કોમના ડઝોરે રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલા તરીકે તેની કાર્યવાહીની જાહેરાત કરી. તેણે એમ પણ કહ્યું હતું કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલની ઓફિસે ફેસબુકને મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ હોવાનું જણાયું હતું. ફેસબુક પર પ્રતિબંધ છે તે બતાવવા માટે આ સંસ્કરણમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ રશિયન મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે શુક્રવારે કહ્યું હતું કે રશિયા પડોશી યુક્રેન પર “કબજો” કરવા માંગતું નથી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આહ્વાન પર યુક્રેનની સેનાએ તેના શસ્ત્રો નીચે મૂક્યા પછી મોસ્કો યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે.

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર, લેવરોવે ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિક (DPR) ના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ પરસાડા અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (LPR) ના વિદેશ પ્રધાન વ્લાદિસ્લાવ ડેનેગો સાથેની વાતચીત પછી આ ટિપ્પણી કરી હતી. યુક્રેન સામે રશિયાનું સૈન્ય અભિયાન શરૂ થયાના એક દિવસ પછી, લવરોવે કહ્યું કે યુક્રેન પર કોઈ કબજો કરવા જઈ રહ્યું નથી.

આ પણ વાંચો: યુક્રેનથી દિલ્હી પરત ફરી રહેલા 100 વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા સરકારે વ્યવસ્થા કરી

આ પણ વાંચો: Video : યુક્રેનમાં ફસાયેલા ખેડાના પ્રતિક પટેલે વાસ્તવિક પરિસ્થિતિનો ચીતાર આપ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">