Europe Floods : જર્મનીમાં પૂરના ભયાનક દ્રશ્યો, 156 ના મોત અને 1300થી વધુ લાપતા

|

Jul 18, 2021 | 6:11 PM

જર્મનીમાં છેલ્લા 50 વર્ષોમાં સૌથી ભયાનક પૂરની સ્થિતી છે. ગણતરીની મિનીટોમાં જ જર્મનીના કેટલાક રાજ્યો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ જર્મનીના એક ગામમાં તો ઘાટી જેવો મોટો સિંક હોલ પડી ગયો.

Europe Floods : જર્મનીમાં પૂરના ભયાનક દ્રશ્યો, 156 ના મોત અને 1300થી વધુ લાપતા
Horrific floods in Germany

Follow us on

જર્મનીના (Germany) પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં પૂરના (Floods) કારણે તબાહી સર્જાઇ છે. પૂરના કારણે અહીં સેંકડો લોકો લાપતા છે. પૂરના કારણે અહીં ઘણી બધી ઇમારતો પડી ગઇ છે. સમગ્ર યુરોપમાં પૂરની સ્થિતી છે પરંતુ તેનાથી સૌથી વધુ પ્રભાવિત જર્મની થયુ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે કેટલાક ગામો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે. સોશયલ મીડિયા પર પોસ્ટ થયેલા કેટલાક વીડિયોમાં ગાડીઓ તણાતી અને મકાનો પડતા દેખાઇ રહ્યા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જર્મનીમાં છેલ્લા 50 વર્ષોમાં સૌથી ભયાનક પૂરની સ્થિતી છે. ગણતરીની મિનીટોમાં જ જર્મનીના કેટલાક રાજ્યો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ જર્મનીના એક ગામમાં તો ઘાટી જેવો મોટો સિંક હોલ પડી ગયો. તે એટલો મોટો હતો કે તેને જોઇને જ પૂર અને વરસાદની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય. કેટલીક જગ્યાઓએ ફ્લેશ ફ્લડ, લૈંડસ્લાઇડ અને કીચડનું પૂર જોવા મળ્યુ. હમણાં સુધીના આંકડા પ્રમાણે 156 થી વધુ લોકોના મોત થયા છે.

 

 

પૂરને કારણે ટેલિફોનના તાર, વીજળીના થાંભલા તૂટી ગયા છે. એક અનુમાન પ્રમાણે 1300 જેટલા લોકો લાપતા બન્યા છે. વૈજ્ઞાનિકો ઘટનાની પાછશ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણી રહ્યા છે.

 

આ ભયાનક પૂરને કારણે બેલ્જિયમમાં પણ મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચ્યુ છે. ત્યાં લગભગ 27 જેટલા લોકોના મોત થયા છે. બંને દેશોમાં લાપતા લોકોની શોધખોળમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારમાં પાણીનું સ્તર વધુ હોવાને કારણે રેસ્ક્યૂ પ્રક્રિયામાં અડચણ આવી રહી છે.

 

આ પણ વાંચો – Surat : દક્ષિણ આફ્રિકામાં હિંસા અને લૂંટફાટની ઘટનાથી ગુજરાતી પરિવારો ચિંતિત, સરકાર પાસે મદદની કરી માંગ

આ પણ વાંચો – Navsari: શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા, તંત્રની બેદરકારીને કારણે લોકો પરેશાન

Next Article