ઈમેન્યુઅલ મેક્રોન બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા, PM મોદી સહિત આ દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

ચૂંટણીમાં મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા હતા, તેણે મરીન લે પેનને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. ત્યારે PM મોદીથી લઈને મોટા નેતાઓ તેને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે.

ઈમેન્યુઅલ મેક્રોન બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા, PM મોદી સહિત આ દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા
PM Modi Congratulates to Emmanuel Macron
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 9:46 AM

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી(President election) માટે રવિવારનો દિવસ મહત્વપૂર્ણ હતો અને આ ચૂંટણીમાં 44 વર્ષીય ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron)  ફરીથી ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. ત્યારથી વિશ્વના નેતાઓ તેમને અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “મારા મિત્ર ઈમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન. તેમણે ઉમેર્યું, “હું ભારત-ફ્રાન્સ  (India-France) વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છું.”

બ્રિટનના વડાપ્રધાન જોન્સને પણ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ટ્વીટ કરીને મેક્રોનને અંગ્રેજી અને ફ્રેન્ચમાં અભિનંદન પાઠવ્યા હતા. જોન્સને ટ્વીટ કરીને લખ્યું કે, “ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે તમારી પુનઃવરણી બદલ અભિનંદન. ફ્રાન્સ આપણા સૌથી નજીકના અને સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંનું એક છે. હું એવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું જે આપણા દેશો અને વિશ્વ બંને માટે સૌથી મહત્વપૂર્ણ છે.

મેક્રોન યુક્રેનનો સાચો મિત્ર છે : વ્લાદિમીર ઝેલેન્સકી

યુએસ પ્રમુખ જૉ બાઈડને ઈમેન્યુઅલ મેક્રોનને તેમની પુનઃ જીત પર અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, “હું અમારા સતત નજીકના સહયોગની રાહ જોઈ રહ્યો છું, જેમાં યુક્રેનને સમર્થન, લોકશાહીનું રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવાનો સમાવેશ થાય છે.” યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઝેલેન્સકીએ રવિવારે મેક્રોનને યુક્રેનના સાચા મિત્ર ગણાવ્યા અને તેમના સમર્થનની પ્રશંસા કરી. ફ્રેંચમાં ટ્વીટ કરીને ઝેલેન્સકીએ કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અમે સંયુક્ત જીત તરફ સાથે મળીને આગળ વધીશું.’

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થાય તો હું પુતિનને મળવા તૈયાર છું : ઝેલેન્સકી , જાણો યુદ્ધ સાથે જોડાયેલી 10 વાતો

g clip-path="url(#clip0_868_265)">