જીવ જોખમમાં નાખીને Burj Khalifaની ટોચ પર ઉભી રહી એર હોસ્ટેસ, જાણો કેમ લીધુ રિસ્ક
વિશ્વનું સૌથી મોટું પેસેન્જર પ્લેન અમીરાત A380 બુર્જ ખલીફાની ટોચ પર ઉભેલી એર હોસ્ટેસ પાસેથી પસાર થાય છે.
દુબઈ (Dubai)ની અમીરાત એરલાઈનની (Emirates airline) એક જાહેરાત ફરી હેડલાઈન્સ બની છે. વાસ્તવમાં, તેમાં ફરી એકવાર એ જ એર હોસ્ટેસ જોવા મળી રહી છે, જે ગયા વર્ષે વિશ્વની સૌથી ઉંચી ઈમારતની ટોચ પર ઉભી રહીને વાયરલ થઈ હતી. જો કે આ વખતે વાયરલ થયેલા અમીરાત એરલાઈન્સના વીડિયોમાં એર હોસ્ટેસે વધુ જોખમ ઉઠાવ્યું છે. એર હોસ્ટેસ તરીકેનો પોશાક પહેરીને પ્રોફેશનલ સ્કાયડાઈવિંગ પ્રશિક્ષક નિકોલ સ્મિથ-લુડવિક (Nicole Smith-Ludvik) ફરીથી દુબઈની 2,722-ફીટ-ઉંચી બુર્જ ખલીફા (Burj Khalifa) બિલ્ડિંગ પર ચઢી ગયા.
એક હાથમાં પ્લેકાર્ડ્સ સાથે નિકોલ મજાકમાં કહે છે, ‘હું હજી પણ અહીં છું!’ તે પછી પ્લેકાર્ડ્સ બદલે છે જેમાં લખ્યુ છે કે ‘ મિત્રો આખરમાં તમે આવી જ ગયા. બસ એટલામાં જ એક વિશાળ અમીરાત A380 એરબસ ત્યાંથી પસાર થાય છે, જે વિશ્વનું સૌથી મોટું પેસેન્જર પ્લેન છે.
આ દરમિયાન એરક્રાફ્ટ અને બુર્જ ખલીફા વચ્ચે માત્ર થોડા મીટરનું જ અંતર છે. આ જાહેરાત અમીરાત એરલાઈન્સની નવીનતમ જાહેરાત હતી. આ એડ રિલીઝ થયાના થોડા સમય બાદ યુટ્યુબ પર બીજો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લાખો લોકોએ સ્ટંટ કેવી રીતે કરવામાં આવ્યો હતો તે જોયું હતું.
આ સ્ટંટ વીડિયો દુબઈ એક્સ્પો 2020 અંતર્ગત બનાવવામાં આવ્યો હતો. દુબઈ એક્સ્પો ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી ચાલશે. આમાં 192 દેશો ભાગ લે છે અને તેમની ટેક્નોલોજી બતાવે છે. અમીરાતનું પ્લેન ખૂબ જ રંગીન છે અને નિકોલ આ સ્ટંટ દ્વારા લોકોને દુબઈ એક્સપોમાં આવવાનું આમંત્રણ આપી રહી છે. આ સ્ટંટ વિશે માહિતી આપતા એરલાઈને જણાવ્યું કે આ પ્લેન બુર્જ ખલીફાથી અડધો માઈલ દૂર ઉડી રહ્યું હતું. પરંતુ કેમેરા વર્ક દ્વારા તે નિકોલ પાસેથી પસાર થતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
આ પછી પણ આ સ્ટંટ કરવામાં ઘણું જોખમ હતું. શ્રેષ્ઠ શોટ માટે એરબસે 11 વખત નિકોલ પાસેથી પસાર થવું પડ્યું. આ દરમિયાન વિમાનની ઝડપ 166 માઈલ પ્રતિ કલાક હતી. જો કે, આ વિશાળ વિમાન માટે ઝડપ ઘણી ઓછી છે. સામાન્ય રીતે આ પ્લેન 600 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.
સ્ટંટ દરમિયાન, પાઇલટ્સે 166 માઇલ પ્રતિ કલાકની ઝડપે વિશ્વના સૌથી મોટા પેસેન્જર પ્લેનને જાળવી રાખવાનું હતું. ઉપરાંત, એરક્રાફ્ટને 3,000 ફૂટથી ઓછી ઉંચાઈએ રાખવું પડ્યું. જો આ દરમિયાન કંઈ ખોટું થયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
આ પણ વાંચો – Pakistan: મુશ્કેલીમાં પડ્યા ઈમરાન ખાન, ચૂંટણી પંચે વિદેશી ફંડના દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આપ્યો આદેશ
આ પણ વાંચો – શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ