Twitterની ચકલીઓ ઉડી જશે !!! શું એલોન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરને અલવિદા કહેશે ?
ટ્વિટર એલોન મસ્કના શાસન હેઠળ સતત ફેરફારો કરી રહ્યું છે. નોંધનીય છેકે જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મની લગામ સંભાળી છે, ત્યારથી ટ્વિટરમાં ઘણું બદલાઈ ગયું છે અને આ સિલસિલો હજું પણ ચાલું જ છે.
ટ્વિટરના એલોન મસ્ક કહે છે કે પરિવર્તન એ સમગ્ર દુનિયાનો સનાતન નિયમ છે, આ વાત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક માટે એકદમ બંધ બેસતી દેખાઇ રહી છે, તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે ? ગત વર્ષે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરને હસ્તગત કર્યું છે, ત્યારથી ટ્વિટરમાં કંઈકને કંઇક પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે, હવે તાજેતરમાં જ એલોન મસ્કે બેક ટુ બેક ઘણી ટ્વીટ કરી છે, જે જોઈને સ્પષ્ટ છે કે ટ્વિટર બ્રાન્ડ અને ટ્વિટર ચકલીઓ-લોગો બંને ટૂંક સમયમાં બદલાઈ જવાની તૈયારીમાં છે.
ટ્વિટરનું ‘મેટામોર્ફોસિસ’ (કાયાપલટ) આવું હશે
નોંધનીય છેકે ટ્વિટરમાં કેટલાક સમયથી મોટા પરિવર્તનો અને ફેરફાકો સતત જોવાઇ રહ્યાં છે, હમણાં જ એલોન મસ્કએ એક પોલ ટ્વીટ કર્યો છે, જેમાં એલોન મસ્કે ટ્વિટરના ડિફોલ્ટ રંગને સફેદથી કાળો કરવા માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાં સુધી 75 ટકાથી વધારે લોકો માને છે કે ટ્વિટરના ડિફોલ્ટ કલરનો રંગ બદલીને કાળો કરવો જોઈએ.
Change default platform color to black
— Elon Musk (@elonmusk) July 23, 2023
ટ્વિટરનો ડિફોલ્ટ કલર બદલવા વિશે ટ્વિટ કર્યા પછી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક એલોન મસ્કએ વધુ એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં એલોન મસ્કે લખ્યું છે કે ટ્વિટર બ્રાન્ડ ટૂંક સમયમાં જ છોડવા જઈ રહી છે, અને ટ્વિટરની ચકલીઓ ઉડવાની તૈયારીમાં છે.
And soon we shall bid adieu to the twitter brand and, gradually, all the birds
— Elon Musk (@elonmusk) July 23, 2023
આ પછી, એલોન મસ્કએ અન્ય એક ટ્વિટમાં માહિતી આપી છે કે જો આજે રાત સુધીમાં સારો લોગો તૈયાર થઈ જશે, તો આવતીકાલે અમે આ લોગોને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરીશું
If a good enough X logo is posted tonight, we’ll make go live worldwide tomorrow
— Elon Musk (@elonmusk) July 23, 2023
એલોન મસ્કે ટ્વીટ કરીને એક ફોટો શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું કે- આ ફોટોને પસંદ કરો. તસવીરમાં દેખાતા નવા લોગોને જોઈને ખબર પડે છે કે ટ્વિટરની ચકલીનો રંગ પહેલા અને હવેની સરખામણીમાં ઘણો બધો બદલાતો જોવા મળી રહ્યો છે.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
અત્યાર સુધી ટ્વિટરનું પક્ષી સફેદ પૃષ્ઠભૂમિ સાથે વાદળી રંગમાં જોવા મળતું હતું, પરંતુ ટૂંક સમયમાં જ એલોન મસ્ક ટ્વિટરને ખરાબ નજરથી બચાવવા માટે બ્લેક બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, અને ટ્વિટરના પક્ષીનો રંગ પણ વાદળીથી સફેદ થવા જઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો