PM Modi Meets Elon Musk: PM સાથેની મુલાકાત પર એલોન મસ્કે કહ્યું ‘હું તેમનો ફેન છું, મોદીને ખરેખર દેશની ચિંતા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પહોંચ્યા બાદ તેઓ અમેરિકાના ઘણા દિગ્ગજ લોકોને મળ્યા. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ આમાં સામેલ હતા. જાણો PMને મળ્યા બાદ મસ્કે શું કહ્યું.

America: મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને તે ખૂબ ગમે છે. પીએમ મોદી ખરેખર ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે. તેઓ ભારતમાં રોકાણ કરવા માટે કંપનીઓને ટેકો આપવા માંગે છે. જેથી ભારતને ફાયદો થાય. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.
જણાવી દઈએ કે પીએમ મોદી ભારતીય સમય અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. PM મોદીનું અમેરિકા પહોંચતા જ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીના સ્વાગત માટે ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા. આ પછી પીએમ મોદીની અમેરિકાની મોટી હસ્તીઓ સાથે મુલાકાતનો તબક્કો શરૂ થયો છે.
મસ્ક ઉપરાંત પીએમ મોદી ઘણા રોકાણકારોને મળ્યા
પીએમ મોદી ઉપરાંત ન્યૂયોર્કમાં એલન મસ્ક અને અન્ય ઘણા રોકાણકારો, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમને મળ્યા બાદ નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે કહ્યું કે અમારી મુલાકાત શાનદાર રહી. મેં ભારતની કોરોના માટેની તૈયારીઓ માટે પ્રશંસા કરી છે. ખાસ કરીને ભારતે જે કાર્યક્ષમતા સાથે કોરોનાનો સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.
Great meeting you today @elonmusk! We had multifaceted conversations on issues ranging from energy to spirituality. https://t.co/r0mzwNbTyN pic.twitter.com/IVwOy5SlMV
— Narendra Modi (@narendramodi) June 21, 2023
ન્યૂયોર્ક પેલેસમાં ઉષ્માભર્યું સ્વાગત
પીએમ મોદી એરપોર્ટથી ન્યૂયોર્ક પેલેસ પહોંચ્યા બાદ ત્યાં પહેલાથી જ રાહ જોઈ રહેલા ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ લોકોની વચ્ચે જઈને તેમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી ચાર દિવસ અમેરિકામાં રહેશે. જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદીની આ મુલાકાત ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો