તુર્કી-સીરિયા બાદ આ બે દેશોમાં પણ ભૂકંપના આંચકા, 5.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો

|

Feb 07, 2023 | 11:22 AM

તુર્કી-સીરિયામાં ભૂકંપના આંચકા અટકી નથી રહ્યા ત્યારે હવે તેની પાસેના દેશોમાં પણ ભૂકંપથી લોકોમાં ડર બેસી ગયો છે. આજે સવારે, મંગળવારે, તુર્કી અને પડોશી દેશોથી દૂર 2 અન્ય દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તુર્કી-સીરિયા બાદ આ બે દેશોમાં પણ ભૂકંપના આંચકા, 5.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો
Image Credit source: Google

Follow us on

તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા સૌથી ભયાનક ભૂકંપે તબાહી મચાવી છે અને હજારો લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવાની ઘટના અટકી નથી રહી. આજે સવારે તુર્કી અને 2 અન્ય દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાઈવાન અને આર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

તાઈવાનમાં આજે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે આર્જેન્ટિનામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, આ બંને દેશોમાં તાજેતરના ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.

તાઇવાનમાં આવ્યા ભૂકંપના આંચકા

સેન્ટ્રલ વેધર બ્યુરો (CWB) મુજબ, મંગળવારે સવારે 4:20 વાગ્યે ઉત્તરપૂર્વીય તાઇવાનમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના મોટાભાગના ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હુઆલીન કાઉન્ટી હોલથી 34.4 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વનું 15.8 કિમીની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

આ પણ વાંચો: Turkey Earthquake Video: તુર્કીમાં ભૂકંપ બાદ અફરાતફરીનો માહોલ, એરપોર્ટનો રનવે બે ભાગમાં ટુકડા થઈ ગયો, જુઓ VIDEO

તાઇવાન દેશમાં ધરતીકંપની ડિગ્રીને માપવા માટે 1થી 7ની તીવ્રતા સ્કેલનો ઉપયોગ કરે છે. Hualien અને Yilan કાઉન્ટીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ અને તાઈચુંગ અને Nantou કાઉન્ટીમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે તાઓયુઆન શહેરમાં તીવ્રતાનું સ્તર 2 સુધી રહ્યું હતું.

જ્યારે આર્જેન્ટિનાના સાલ્ટા પ્રાંતમાં 60 કિલોમીટરના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આના એક દિવસ પહેલા ચિલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચિલીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

તુર્કી-સીરિયામાં સતત ભૂકંપના આંચકા

આ પહેલા સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાએ બંને દેશોમાં હાહાકાર મચાવી દીધો હતો. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

મધ્ય તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

સોમવારે વહેલી સવારે મધ્ય તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારપછી બીજો જોરદાર આંચકો આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપથી લગભગ 33 કિમી દૂર 18 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની 10 મિનિટ બાદ 6.7ની તીવ્રતાનો બીજો જોરદાર આંચકો અનુભવાયો હતો.

4 હજારથી વધુ લોકોના મોત ઉપરાંત હજારો લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપના કારણે હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. ભૂકંપથી મૃત્યુઆંક વધવાની ધારણા છે, કારણ કે અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

Next Article