ઈરાન-દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 મપાઇ

|

Dec 01, 2022 | 3:27 PM

મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ઈરાન-દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 મપાઇ
Earthquake ( file photo)

Follow us on

બુધવારે ઈરાન અને દુબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઈરાન હોવાનું કહેવાય છે. જેના કારણે દુબઈના અબુધાબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુબઈ, અબુ ધાબી અને ઉત્તરી અમીરાતના રહેવાસીઓએ 20 સેકન્ડ સુધી હળવા આંચકા અનુભવ્યા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ બુધવારે સાંજે 7.17 કલાકે આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.

શાહપુર તહસીલદાર નીલિમા સૂર્યવંશીએ જણાવ્યું કે મંગળવારે સાંજે 5.46 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે ભાતસા ડેમથી 24 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું, તેનું કેન્દ્ર સોગાંવ ગામમાં હતું, તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તાજેતરમાં દિલ્હીમાં પણ ભૂકંપ આવ્યો હતો

અગાઉ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે દિલ્હીમાં હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાત્રે 9.30 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 2.5 હતી. તેનું કેન્દ્ર નવી દિલ્હીથી આઠ કિલોમીટર પશ્ચિમમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, છેલ્લા 10 દિવસમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતમાં આ આઠમો ભૂકંપ હતો. જોકે રિક્ટર સ્કેલ પર આ તીવ્રતાનો ભૂકંપ બહુ ખતરનાક માનવામાં આવતો નથી.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં અનેક ઠેકાણે ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. તેમાં પણ ભારત-ચીન-નેપાળ-અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ભૂકંપના નાના-નાના આંચકા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગગનચૂંબી ઇમારતો ધરાવતા શહેરીજનો ભૂકંપથી ભયભીત બની રહ્યા છે.

ભૂકંપ દરમિયાન તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી

-જ્યારે ભૂકંપ આવે ત્યારે શાંતિથી કામ કરો અને નજીકના ટેબલ નીચે બેસી જાઓ.

-ભૂકંપ બંધ થાય ત્યારે ઘર, ઓફિસ કે રૂમમાંથી બહાર નીકળો

-ઘરની બહાર આવ્યા પછી પેન્ડ અને થાંભલાથી દૂર રહો

-જો તમે ભૂકંપ દરમિયાન વાહનમાં હોવ તો તરત જ વાહનને રોકો અને જ્યાં સુધી આંચકા બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો.

(ભાષામાંથી ઇનપુટ)

Published On - 3:27 pm, Thu, 1 December 22

Next Article