AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: આર્જેન્ટિના અને ચિલીમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 અને 6.3 નોંધાઈ

બુધવારે મોડી રાત્રે આર્જેન્ટિનામાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ભૂકંપની પુષ્ટિ કરી છે.

Earthquake: આર્જેન્ટિના અને ચિલીમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 અને 6.3 નોંધાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:11 AM
Share

મંગળવારે રાત્રે વિશ્વના નવ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે, બુધવારે મોડી રાત્રે આર્જેન્ટિનામાં ધરતી ધ્રૂજી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી. ભૂકંપની પુષ્ટિ કરતા યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર આર્જેન્ટિનાના સાન એન્ટોનિયો ડે લોસ કોબરેસથી 84 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. હાલમાં આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે, ચિલીના ઇક્વિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી. અહીં પણ કોઈ નુકસાનની વિગતો સામે આવી નથી

હકીકતમાં મંગળવારે મોડી રાત્રે ભારત સહિત સમગ્ર વિશ્વના લગભગ નવ દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકોએ લગભગ 40 સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા. સ્થિતિ એવી બની કે લોકો ગભરાઈને ઘરની બહાર ભાગવા લાગ્યા. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 6.6 હતી. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિન્દુકુશથી 133 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

પાકિસ્તાનમાં 11 લોકોના મોત થયા

જો કે ભૂકંપના કારણે ભારતમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે પાડોશી દેશ પાકિસ્તાન આનાથી ખૂબ પ્રભાવિત થયું હતું. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઈમારત ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ વિસ્તારોને અસર થઈ

ભારત-પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા.જ્યારે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપ અનુભવાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">