પાકિસ્તાનની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં નોંધાયું

|

Jan 29, 2023 | 3:20 PM

આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં નોંધાયું
Symbolic Image
Image Credit source: Google

Follow us on

ભૂખમરો અને મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ 150 કિમી હતી.

આ પણ વાંચો: UNGAના વડાએ કહ્યું કે દુનિયામાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, વિશ્વમાં થતા ફેરફારો અંગે ભારત-યુએનના એકસમાન વિચાર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ઈસ્લામાબાદના એક પત્રકારે ટ્વિટર પર જણાવ્યું કે, મને ઈસ્લામાબાદમાં ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે દરેક સુરક્ષિત છે. ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે અને તેનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં હતું.

ઈસ્લામાબાદમાં 5 જાન્યુઆરીએ પણ ભૂકંપ આવ્યો હતો

પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન, તાજિકિસ્તાન સિવાય ઈરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 5 જાન્યુઆરીએ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા (KP) ના ઘણા શહેરોમાં 5.8-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

દિલ્હીમાં 5 દિવસ પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આપને જણાવી દઈએ કે તાજેતરમાં રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં લગભગ 30 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. દિલ્હી સિવાય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઘણા વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. જોકે આ ભૂકંપથી કોઈને નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી.

Published On - 2:49 pm, Sun, 29 January 23

Next Article