Earthquake in Afghanistan: ભૂકંપથી અફઘાનિસ્તાનમાં મોટી તબાહી, 2000થી વધુ લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ
ભૂકંપને લઈને UNએ કહ્યું કે દેશમાં મૃતકોને સંખ્યા વધી શકે છે, કારણ કે હાલમાં શોધખોળ અને બચાવ અભિયાન ચાલી રહ્યુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઘણા લોકો તુટી પડેલી ઈમારતો નીચે ફસાયેલા હોય શકે છે, ત્યારે ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને કહ્યું કે હેરાત પ્રાંતના જેન્ડા જાન જિલ્લાના 4 ગામડાને ધરતીકંપથી સૌથી વધારે નુકસાન થયુ છે.
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં (Afghanistan) ગઈકાલે આવેલા ભૂકંપના ઝટકાઓએ સમગ્ર દેશમાં મોટી તબાહી મચાવી છે. સમાચાર એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે દેશમાં અત્યાર સુધીમાં 2000થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ગઈકાલે આવેલો ભૂકંપ અફઘાનિસ્તાનમાં છેલ્લા 2 દાયકામાં આવેલા ભૂકંપમાં સૌથી ઘાતક હતો. માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રેયાને તાત્કાલિક મદદ કરવા માટે અપીલ કરી છે અને કહ્યું કે ભૂકંપના કારણે 6 જેટલા ગામ પુરી રીતે નષ્ટ થઈ ગયા છે અને હજારો નાગરિકો કાટમાળ નીચ દબાઈ ગયા છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે 465 જેટલા ઘર જમીનદોસ્ત થઈ ગયા છે અને 135 ઘરને નુકસાન થયુ છે.
ભૂકંપને લઈને UNએ કહ્યું કે દેશમાં મૃતકોને સંખ્યા વધી શકે છે, કારણ કે હાલમાં શોધખોળ અને બચાવ અભિયાન ચાલી રહ્યુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઘણા લોકો તુટી પડેલી ઈમારતો નીચે ફસાયેલા હોય શકે છે, ત્યારે ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને કહ્યું કે હેરાત પ્રાંતના જેન્ડા જાન જિલ્લાના 4 ગામડાને ધરતીકંપથી સૌથી વધારે નુકસાન થયુ છે.
આ પણ વાંચો: યુદ્ધમાં સાથ આપવા હમાસે કહ્યું પણ અગાઉ ભૂંડી રીતે હારી ચૂકેલા આરબ દેશો ઈઝરાયેલ સામે હથિયાર ઉઠાવશે ?
3 મોટા ઝટકા અને અફઘાનિસ્તાનમાં મચી તબાહી
જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં નોંધાયુ હતું. ભૂકંપ બાદ 3 મોટા ઝટકા આવ્યા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3, 5.9 અને 5.5 હતી. WHOએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં અસરગ્રસ્તોને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે જેન્ડા જાનમાં એમ્બ્યુલન્સ પણ મોકલી છે.
તાલિબાને સ્થાનિક સંગઠનોને કરી આ અપીલ
તાલિબાને સ્થાનિક સંગઠનોને અપીલ કરી કે તે ઝડપથી ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં પહોંચે જેથી ઘાયલ લોકોને મદદ મળી શકે અને બેઘર થયેલા લોકોને આશ્રય આપવાનો છે અને અન્ય લોકોને ભોજન પહોંચાડવાનું છે. તેમને કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોતાના તમામ સંસાધનો અને સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો