Earthquake: ભૂકંપના આંચકાથી દુનિયાના ચાર દેશ હચમચી ગયા, ઈરાનમાં 3 લોકોના મોત, 8 ઘાયલ, કતાર, UAE અને ચીનમાં પણ ધરતી ધ્રૂજી.
ઈરાન, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને ચીનમાં ભૂકંપ (Earthquake)આવ્યા છે. ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપના કારણે 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. જ્યારે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે.
Earthquake: શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા(Earthquake in Middle East) અનુભવાયા છે. મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઇરાનના દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધવામાં આવી(Iran Earthquake) હતી. ઈરાનની સ્થાનિક ટીવી ચેનલ અનુસાર દેશના દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સવારે ઈરાન, યુએઈ અને કતારમાં ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા હતા. આના કારણે ઈરાનમાં ઘણા લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કહ્યું કે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે સાડા ત્રણ વાગ્યે અહીં ધરતી ધ્રૂજી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. તેની ઊંડાઈ 10 કિલોમીટર સુધી છે.
આ ન્યૂઝમાં વધુ અપડેટ આવી રહ્યા છે.