તુર્કીયેમાં ફરી આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, સીરિયા-લેબનાનમાં પણ ઝટકા અનુભવાયા

આ ભૂકંપ સમંદાગ જિલ્લામાં આવ્યો છે. તુર્કીયેમાં એન્ટીઓક નામની જગ્યા આ ભૂકંપનું કેન્દ્ર જણાવવામાં આવી રહ્યું છે. રોયટર્સ મુજબ સીરિયા, મિસ્ત્ર અને લેબનાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

તુર્કીયેમાં ફરી આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, સીરિયા-લેબનાનમાં પણ ઝટકા અનુભવાયા
Follow Us:
| Updated on: Feb 20, 2023 | 11:41 PM

તુર્કીયેમાં ફરી એક વાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે તુર્કીયેના દક્ષિણ પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ સમંદાગ જિલ્લામાં આવ્યો છે. તુર્કીયેમાં એન્ટીઓક નામની જગ્યા આ ભૂકંપનું કેન્દ્ર જણાવવામાં આવી રહ્યું છે. રોયટર્સ મુજબ સીરિયા, મિસ્ત્ર અને લેબનાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

મળતી માહિતી મુજબ ભૂકંપ સોમવારે રાત્રે 8 વાગ્યેને 4 મિનિટ પર Defne શહેરમાં આવ્યો અને ઉત્તરમાં 200 કિલોમીટર દુર અંતાક્ય અને અદાના શહેરમાં જોરદાર મહેસૂસ કરવામાં આવ્યો. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે, જ્યારે તાજેત્તારમાં આવેલા વિનાશકારી ભૂકંપે તુર્કીયેને તબાહ કરીને મુક્યુ છે. તુર્કીયેમાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશકારી ભૂકંપના કાટમાળમાં લોકોની તપાસ અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ઈમરાન ખાનને મળી મોટી રાહત, લાહોર હાઈકોર્ટે આ કેસમાં આપ્યા જામીન

મૃતકોની સંખ્યા વધીને 40,689 થઈ

ભૂકંપ પ્રભાવિત 11માંથી 9 પ્રાંતમાં બચાવનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. ત્યારે તુર્કીયેમાં ભૂકંપથી મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 40,689 થઈ ગઈ છે. હાલમાં કાટમાળને ભેગુ કરવાનું કામ ચાલી રહ્યું છે.

મુખ્ય ભૂકંપ બાદ 6000થી વધારે ઝટકા

તુર્કીયેના ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું કે શરૂઆતના ભૂકંપ બાદ લગભગ 6040 આફટરશોકના ઝટકા આવ્યા, જેને 11 પ્રાંતોને પ્રભાવિત કર્યા. પ્રથમ વખત તુર્કીયેમાં ભૂકંપની તીવ્રતા 7.8 હતી પણ તેના 9 કલાક બાદ 7.5ની તીવ્રતાનો ઝટકો આવ્યો. AFDના મેનેજર ઓરહાન તાતરે કહ્યું કે 5થી 6ની તીવ્રતાના 40 ઝટકા આવ્યા, જ્યારે 6.6 તીવ્રતા પછીના ઝટકાની સંખ્યા 1 હતી.

તપાસમાં એક લાખથી વધારે ઈમારતો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત મળી છે. તુર્કીયેના પર્યાવરણ અને શહેરીકરણ મંત્રાલય તરફથી કરવામાં આવેલી તપાસમાં લગભગ 1,05,794 ઈમારતો તબાહ થઈ ગઈ છે અથવા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે, જેને ધ્વસ્ત કરવાની જરૂરિયાત છે. મંત્રાલયે આ જાણકારી આપી. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમાંથી 20,662 ઈમારત ધ્વસ્ત થઈ. નાશ પામેલી ઇમારતોમાં 3,84,500 થી વધુ એકમો હતા, જેમાં મોટાભાગે રહેણાંક એપાર્ટમેન્ટ્સ હતા.

g clip-path="url(#clip0_868_265)">