AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો… દુબઈમાં સામાન ભૂલીને ફ્લાઈટ ભારત પહોંચી ગઈ, મુસાફરોનો કિંમતી સમાન અટવાઈ પડતા હંગામો મચ્યો

દુબઈથી નવી દિલ્હી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાની ટીકા કરી છે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોના સામાન સંબંધિત સંપૂર્ણ માહિતી માંગી છે.

લો બોલો... દુબઈમાં સામાન ભૂલીને ફ્લાઈટ ભારત પહોંચી ગઈ, મુસાફરોનો કિંમતી સમાન અટવાઈ પડતા હંગામો મચ્યો
Image Credit source: iStock
| Updated on: Nov 04, 2023 | 8:07 AM
Share

દુબઇ : નવી દિલ્હી ખાતે દુબઈથી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાની ટીકા કરી છે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોના સામાન સંબંધિત સંપૂર્ણ માહિતી માંગી છે.એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 916એ 30 ઓક્ટોબરની રાત્રે લગભગ 400 મુસાફરો સાથે દુબઈથી ઉડાન ભરી હતી.

નવી દિલ્હી પહોંચેલા મુસાફરોનું કહેવું છે કે આ ફ્લાઈટમાં શરૂઆતથી જ સમસ્યાઓ હતી. પહેલા તેઓને દુબઈ એરપોર્ટ પર ત્રણ કલાક રાહ જોવી પડી અને બાદમાં જ્યારે પ્લેન નવી દિલ્હીમાં ઉતર્યું ત્યારે તેઓએ બે કલાક રાહ જોવી પડી હતી. આરોપ છે કે દુબઈ એરપોર્ટ પર પ્લેનમાં ચઢ્યા પછી મોડું થવા લાગ્યું હતું.

ત્યારપછી ઘણા લોકોએ ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી બહાર નીકળવા દેવાની વિનંતી કરી પરંતુ દર વખતે તેઓએ 15 મિનિટમાં પરિસ્થિતિ ઉકેલાઈ જશે તેમ કહીને મુસાફરોને રોક્યા હતા. આ દરમિયાન નાના બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ, જ્યારે મુસાફરો નવી દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનો સામાન દુબઈમાં જ રહી ગયો છે.

એ હકીકત છે કે દર 1000 પેસેન્જરમાંથી એક એવો પેસેન્જર છે જેનો સામાન એરલાઈન્સ દ્વારા ક્ષતિગ્રસ્ત અથવા ખોવાઈ જાય છે. જો તમે દરરોજ ફ્લાઈટમાં મુસાફરી કરતા રહો છો, તો તમે જાણતા હશો કે આવી સ્થિતિમાં તમારે આખો સફર તમારી સાથે જે માર્યાદિત સમાન મળ્યો છે તે સાથે પસાર કરવો પડશે. આવી સ્થિતિમાં, આ પ્રશ્ન દરેકના મનમાં આવે છે કે શું કરી શકાય, તેથી અમારી સલાહ છે કે સૌ પ્રથમ તમારે ધીરજ રાખવી જોઈએ અને નીચે આપેલી ટીપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ. આ ટિપ્સ તમને મદદ કરશે.

તમારા સામાનના વિલંબ, નુકસાન અથવા ખોવાઈ જવાના જોખમને ઘટાડવા માટે પણ આ ટીપ્સનો ઉપયોગ કરો

  1. ફ્લાઇટ બુક કરાવતા પહેલા લગેજ ટ્રાન્સપોર્ટેશન સંબંધિત માહિતી જાણવાનો પ્રયાસ કરો.
  2. સામાનને એરલાઇન્સ કંપનીને બરાબર વિગત સાથે આપો
  3. કનેક્ટિંગ ફ્લાઈટ્સ ટાળો કારણ કે આનાથી ફ્લાઈટની વચ્ચે તમારો સામાન ખોવાઈ જવાનું જોખમ વધી શકે છે.
  4. જ્યારે તમે તમારા સામાનનો કેસ ખરીદો છો ત્યારે બેગનો રંગ જેવા અન્ય લોકોથી અલગ હોય તેવું કંઈક પસંદ કરો.
  5. એરપોર્ટ અને એરલાઈન સ્ટાફ તમારા સામાનની નોંધણી કરવા જઈ રહ્યો હોય ત્યારે તમારી બેગમાંથી અન્ય તમામ ટૅગ્સ કાઢી નાખો તેનાથી મૂંઝવણ વધી શકે છે.
g clip-path="url(#clip0_868_265)">