Drone attack in Saudi Arabia: સાઉદી અરબ એરપોર્ટ પર ડ્રોન હુમલો, આઠ લોકો ઘાયલ, એક પેસેન્જર પ્લેનને નુકસાન

છેલ્લા 24 કલાકમાં સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર બીજો હુમલો છે. અગાઉ એરપોર્ટ પર થયેલા હુમલામાં કોઈને ઈજા પહોંચી ન હતી.

Drone attack in Saudi Arabia: સાઉદી અરબ એરપોર્ટ પર ડ્રોન હુમલો, આઠ લોકો ઘાયલ, એક પેસેન્જર પ્લેનને નુકસાન
Drone attack on Abha airport Saudi Arabia, eight people injured
| Edited By: | Updated on: Aug 31, 2021 | 3:27 PM

સાઉદી અરેબિયાના (Saudi Arabia) દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત એરપોર્ટ (Airport) પર બોમ્બથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં આઠ લોકો ઘાયલ થયા (Drone Attack on Saudi Arabia Airport) છે અને એરપોર્ટ પર પાર્ક કરેલા પેસેન્જર પ્લેનને નુકસાન થયું છે. રાજ્યના સરકારી ટેલિવિઝને આ માહિતી આપી છે. યમનમાં (Yemen) હૌતી વિદ્રોહીઓ (Houthi Rebels) સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાઉદી અરેબિયા પર આ તાજો હુમલો છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

છેલ્લા 24 કલાકમાં સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર આ પ્રકારનો બીજો હુમલો છે. અગાઉ એરપોર્ટ પર થયેલા હુમલામાં કોઈને ઈજા પહોંચી ન હતી. યમનમાં ઈરાન સમર્થિત શિયા બળવાખોરો સામે લડતા સાઉદી આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી નથી. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા તે અંગે પણ ગઠબંધને માહિતી આપી નથી. જો કે, તેમણે કહ્યું કે તેમના દળોએ વિસ્ફોટક ડ્રોનને અટકાવ્યું હતું. 2015 થી, હૌતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયામાં ગઠબંધન દળો સાથે યુદ્ધ લડી રહ્યા છે. હૌતી વિદ્રોહીઓએ અવારનવાર સાઉદી અરેબિયાના એરપોર્ટને નિશાન બનાવ્યું છે.

આ એરપોર્ટ પર ફેબ્રુઆરીમાં પણ કરવામાં આવ્યો હતો હુમલો

અગાઉ ફેબ્રુઆરીમાં, યમનના હૌતી વિદ્રોહીઓએ દક્ષિણ પશ્ચિમ સાઉદી અરેબિયામાં અભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું, ત્યાં પાર્ક કરેલા પેસેન્જર પ્લેનને આગ લગાવી દીધી હતી. અહેવાલ અનુસાર ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સાઉદીની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધનના પ્રવક્તા કર્નલ તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ગઠબંધન દળોએ હૌતીઓ દ્વારા સાઉદી અરેબિયામાં મોકલવામાં આવેલા બે બોમ્બથી ભરેલા ડ્રોનનો નાશ કર્યો. તેમણે આ હુમલાની નિંદા કરી, તેને સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં સામાન્ય માણસને નિશાન બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો.

સાઉદી અરેબિયા યમનમાં છ વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે

તે જ સમયે, નવેમ્બર 2017 માં હૌતીઓએ રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. ઇરાન હૌતીઓને હથિયારો અને દારૂગોળો આપવાના આરોપોને નકારે છે, જોકે પુરાવા અને યુએન નિષ્ણાત અહેવાલો દર્શાવે છે કે હથિયારો તેહરાન સાથે જોડાયેલા છે. સાઉદી અરેબિયા લગભગ છ વર્ષથી યમનમાં હૌતીઓ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ જ કારણ છે કે હૌતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા પર દબાણ લાવવા માટે સરહદી વિસ્તારોમાં સ્થિત એરપોર્ટ પર વારંવાર હવાઈ હુમલા કરે છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે હુતી વિદ્રોહીઓને લઈને તણાવ પણ યથાવત છે.

 

આ પણ વાંચો: Boycott China : ચીટર ચીનનું ચિટીંગ, દુનિયાને ઓનલાઇન ગેમ્સનો ચસ્કો લગાવીને પોતાના દેશમાં કરી પ્રતિબંધિત

આ પણ વાંચો: કોરોના બાદ હવે આવ્યો આ નવો વાયરસ, વેસ્ટ નાઇલ વાયરસનું તોળાતું સંકટ, જાણો તેના લક્ષણો

Published On - 3:15 pm, Tue, 31 August 21