એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું

|

Jan 09, 2025 | 5:43 PM

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.

એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું

Follow us on

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે તાજેતરમાં જ બાળ શોષણ પર બોલતી વખતે ‘એશિયન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે બાદ આ શબ્દને લઈને ભારે વિવાદ થયો છે. રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ઉચ્ચારેલા એશિયન શબ્દ અંગે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે આ તમામ અપરાધો પાછળ એશિયાઈ દેશ નથી પરંતુ પાકિસ્તાન છે, એશિયન કહીને બધા દેશને બદનામ કરવાને બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન શબ્દનો ઉલ્લેખ કરવો જોઈએ. જેને અમેરિકાના બિઝનેસમેન એલોન મસ્કે પણ ચતુર્વેદીના નિવેદન સાથે સહમત છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

આ સમગ્ર વિવાદ પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનું નિવેદન પણ આવ્યું છે. જેને અમેરિકાનના અબજોપતિ એલોન મસ્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે આ ‘એશિયન’ ગ્રૂમિંગ ગેંગ નથી, પરંતુ ‘પાકિસ્તાની’ ગ્રૂમિંગ ગેંગ છે.


આના પર એલોન મસ્કે ‘ટ્રુ’ લખીને તેનું સમર્થન કર્યું છે. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પોસ્ટમાં સવાલ ઉઠાવ્યો છે કેસ એક દેશની ભૂલો માટે સમગ્ર એશિયાઈ સમુદાયને શા માટે જવાબદાર ઠેરવવો જોઈએ?

બ્રિટિશ વડા પ્રધાન એવુ તો શું બોલ્યાં છે, જેના પર પ્રિયંકાએ ઉઠાવ્યા સવાલ?

2008 અને 2013 ની વચ્ચે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ના વડા તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એશિયન ગ્રૂમિંગ ગેંગની પ્રથમ કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું તેવા કીર સ્ટારમરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં, વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ ઉત્તરીય ઈંગ્લેન્ડમાં બાળકો વિરુદ્ધ દાયકાઓ જૂના જાતીય અપરાધોની રાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. વડા પ્રધાને આ નિવેદન ત્યારે જ આપ્યું જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે, ઘણા કેસોમાં ગુનેગારો પાકિસ્તાની મૂળના છે. યુનાઇટેડ કિંગડમ લાંબા સમયથી બ્રિટનમાં રહેતા લોકોની ગેંગના કાળા કરતુતોના ઇતિહાસ સાથે ઝઝૂમી રહ્યું છે.

ગ્રુમિંગ ગેંગ કેવી રીતે કામ કરે છે?

ગ્રૂમિંગ ગેંગ એટલે કે જેઓ નાની છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે અને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરે છે. આમાં લોકો પહેલા યુવાન છોકરીઓ સાથે મિત્રતા શરૂ કરે છે. મિત્રો બન્યા પછી, તેમનો વિશ્વાસ જીતે છે. બાદમાં તેઓ છોકરીએ મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવે છે અને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરે છે.

આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શારીરિક સંબંધોની સાથે આ લોકો સગીર વયની છોકરીઓને ડ્રગ્સની લત લગાડે છે. જે બાદ તેમને સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ગેંગમાં ફસાયેલી ઘણી છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ઘકેલવામાં અને વેચવામાં આવે છે. જે તે સમયે કુલ 1,400 છોકરીઓનું શોષણ થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Next Article