કંગાલ પાકિસ્તાન પાસે ઝૂના પ્રાણીઓને ખોરાક આપવાના પૈસા નથી, સિંહનો દર્દનાક વીડિયો વાયરલ
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ ગુસ્સે થયા છે અને તેઓ ઝૂ પ્રશાસન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. જોકે, કરાચી મ્યુનિસિપાલિટીના પ્રવક્તાનું કહેવું છે કે આ તસવીરો ઘણી જૂની છે.
પાકિસ્તાનમાં (Pakistan) મોંઘવારીના કારણે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ થઇ ગયુ હોય તો પ્રાણીઓના હાલ તો વિચારી જ શકાય છે. પાડોશી દેશમાં ગરીબી અને મોંઘવારીની જે હાલત છે તે આજના વીડિયોમાં જોઇ શકાશે. હાલમાં પાકિસ્તાનના એક ઝૂનો વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક સિંહ જોવા મળે છે પરંતુ તે ખૂબ જ ખરાબ હાલાતમાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશને મંગળવારે કહ્યું કે પાકિસ્તાનના કરાચી ઝૂના તમામ પ્રાણીઓને સારી રીતે ખોરાક આપવામાં આવી રહ્યો છે.
કરાચી પ્રાણીસંગ્રહાલયના આ અત્યંત નબળા સિંહનો વીડિયો પાકિસ્તાનની પત્રકાર ક્વાટ્રિના હુસૈને શેર કર્યો છે. જેમાં એક સિંહ તેના પાંજરામાં ખૂબ જ નબળી હાલતમાં પડેલો જોવા મળે છે અને ખૂબ હાંફી રહ્યો છે. ક્વાટ્રિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, કરાચી ઝૂ ફૂડ સપ્લાયર્સને પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહ્યું છે. પશુઓની હાલત કફોડી બની રહી છે. બધા પ્રાણીસંગ્રહાલયો બંધ કરી દેવા જોઈએ.
We have no right to zoos if this is how we treat animals….Karachi Zoo fails to pay food suppliers….The animals are already in awful shape. My heart is breaking. Let’s shut down all zoos @murtazawahab1 pic.twitter.com/lBZNFnDqO5
— Quatrina (@QuatrinaHosain) November 22, 2021
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ ગુસ્સે થયા છે અને તેઓ ઝૂ પ્રશાસન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. જોકે, કરાચી મ્યુનિસિપાલિટીના પ્રવક્તાનું કહેવું છે કે આ તસવીરો ઘણી જૂની છે અને ઝૂ વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવવા માટે શેર કરવામાં આવી રહી છે.
એક સમાચાર અનુસાર, કરાચી પ્રાણી સંગ્રહાલયમાં ખાદ્ય સપ્લાયર્સનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા મહિનાઓથી ચૂકવણી કરવામાં આવી નથી, જેના કારણે સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં ખોરાકનો પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે તેને ફેબ્રુઆરી 2021 થી ચૂકવણી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે કરાચી મ્યુનિસિપલ સત્તાવાળાઓ સાથે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને ખાદ્યપદાર્થોનો પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો છે. મહેબૂબે જણાવ્યું હતું કે અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે ડિસેમ્બર સુધીમાં તેમના લેણાંની ચુકવણી કરી દેવામાં આવશે.
આ પણ વાંચો – કામની વાત : જૂના ATM કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવું કાર્ડ ઘરે નથી પહોંચતું, તો શું કરવું ? SBIએ આપી જાણકારી