શું એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે ખૂબ મોટું જોખમ લે છે ?? ટ્વિટર ખરીદવા માટે તેને રોકડ ક્યાંથી મળશે ??

|

Apr 29, 2022 | 6:01 PM

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની (Elon Musk) જીદ જાણે હવે પૂરી થતી જોવા મળી રહી છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનની deal કરી હતી, જેને ટ્વિટરના બોર્ડે મંજૂરી આપી હતી. પરંતુ અત્યારે ઈલોન મસ્કનું ટ્વિટર ખરીદવું ઘણું અઘરું જણાઈ રહ્યું છે.

શું એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે ખૂબ મોટું જોખમ લે છે ?? ટ્વિટર ખરીદવા માટે તેને રોકડ ક્યાંથી મળશે ??
Elon Musk (File image)

Follow us on

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની (Elon Musk) જીદ હવે પૂરી થતી જોવા મળી રહી છે. અને તે જ સમયે, ઈલોન મસ્ક અને ટ્વિટર (Twitter) વચ્ચે ચાલી રહેલ ઝઘડા (Twitter & Elon Musk Fued) પર લગામ લાગી રહી છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનની deal કરી હતી, જેને ટ્વિટરના બોર્ડે મંજૂરી આપી હતી. સરળ શબ્દોમાં કહીએ તો, સોદો બંધ થતાં જ ટ્વિટર જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં બદલાઈ જશે, જેની માલિકી હવેથી ઈલોન મસ્કની હશે. આ પહેલા ઈલોન મસ્કે ટ્વિટરના 9.2 ટકા શેર ખરીદ્યા હતા.

જે બાદ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વીટ દ્વારા ઈલોન મસ્કને ટ્વિટર બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મસ્કે આ આમંત્રણ ઠુકરાવી દીધું હતું. તેમણે આ બોર્ડમાં જોડાવાની ના પાડી. એટલું જ નહીં, તે ટ્વિટરને સંપૂર્ણ રીતે ખરીદવા માંગતો હતો. ટ્વિટરના બોર્ડે તેને રોકવા માટે અનેક પ્રયાસો કર્યા હતા.

આ રીતે કંપની કોઈને પણ 15 ટકાથી વધુ શેર ખરીદવાની મંજૂરી આપતી નથી. આ પદ્ધતિનો ઉપયોગ કંપનીના બળજબરીથી સંપાદન ટાળવા માટે થાય છે. પરંતુ બોર્ડના આ દાવપેચ ઈલોન મસ્કની સામે નકામા નીવડયા હતા. આખરે બોર્ડે ઈલોન મસ્કની ઓફર સ્વીકારી લીધી હતી. એટલે કે, પૈસા ચૂકવીને ટ્વિટર ખરીદી લો. પરંતુ આટલી મોટી રકમ ઈલોન મસ્ક ક્યાંથી લાવશે ?? અત્યારે દરેક વ્યક્તિના મનમાં એ જ સવાલ ચાલી રહ્યો છે કે મસ્ક આટલા બધા પૈસા ક્યાંથી મેળવશે?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે, મસ્ક માટે પૈસા કોઈ મોટો મુદ્દો નથી, તે તો આટલા પૈસા ગમે ત્યાંથી મેળવી જ લેવાના છે. હવે સવાલ એ પણ છે કે શું આ ડીલને રેગ્યુલેટરી મંજૂરી સરળતાથી મળી જશે?

ટવીટરના દૈનિક યુઝર્સ કરોડોમાં છે

સ્ટેટિસ્ટાનો એક રિપોર્ટ જણાવે છે કે, જાન્યુઆરી 2022માં, સમગ્ર વિશ્વમાં ટ્વિટરના દૈનિક 217 મિલિયન સક્રિય યુઝર્સ હતા. આમાંના મોટાભાગના યુઝર્સ એટલે કે 77 મિલિયન લોકો અમેરિકાના છે, ત્યારબાદ બીજો નંબર જાપાનનો આવે છે, કે જ્યાં 58 મિલિયન યુઝર્સ છે. જયારે ત્રીજા નંબર પર ભારત છે, કે જ્યાં 24 મિલિયન લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર પર દર સેકન્ડે 6 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવે છે. આ આંકડો એક દિવસમાં 500 મિલિયન અને વર્ષમાં 200 અબજ જેટલો છે. આ રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ટ્વિટરનો ઉપયોગ કરનારા લગભગ અડધા લોકો અહીં માત્ર સમાચાર માટે જ આવે છે. તે જ સમયે, મોટાભાગની કંપનીઓ તેમના ગ્રાહકોને મદદ કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

ટ્વિટરમાં મસ્કના રોકાણના સમાચારને કારણે માર્કેટમાં ટ્વિટરનો સ્ટોક વધી ગયો હતો. ગત તા. 11 માર્ચે કંપનીના શેરની કિંમત $33 હતી. ગત તા. 25 એપ્રિલે ડીલ ફાઈનલ થવાના સમાચાર આવતાની સાથે, શેરનો ભાવ $51ને પાર કરી ગયો છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે, ટ્વિટરનું માર્કેટ કેપ $38 બિલિયન છે. અને છેલ્લા 5 વર્ષના ડેટા દર્શાવે છે કે ટ્વિટર એક નફાકારક સોદો છે. જેની આવક દર વર્ષે વધી રહી છે.

આ તમામ અભ્યાસ દર્શાવે છે કે, ઈલોન મસ્ક માત્ર મનોરંજન માટે ટ્વિટર નથી ખરીદી રહ્યા. પરંતુ આવ વિશાળ જાહેર કંપની ખાનગી કંપની કેવી રીતે બનશે અને સોદાને નિયમનકારી મંજૂરી કેવી રીતે મળશે?

આ સવાલોના જવાબ સમય જ આપશે, પરંતુ હાલમાં લોકો ઈચ્છી રહ્યા છે કે, ટ્વિટર પર નફરતની ટ્વિટ ન જોવા મેળવી જોઈએ. એવી ટ્વીટ્સ કે જે માનવીને જાતિ અને ધર્મમાં વિભાજિત કરે છે. એવો દિવસ આવશે કે જયારે જ્યારે મોબ લિંચિંગ કે અપ્રિય ભાષણ નહીં પરંતુ ટ્વીટર પર શાંતિ જોવા મળશે. શું ઈલોન મસ્ક ટ્વીટરનું ભવિષ્ય બદલી શકવામાં સફળ થશે ખરા ??

 

Next Article