Diwali 2021 : ગયા વર્ષે જે મંદિરને મુસ્લિમોએ તોડી પાડ્યું હતું, તે જ મંદિરમાં આજે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉજવશે દિવાળી

|

Nov 08, 2021 | 1:26 PM

પાકિસ્તાન હિંદુ પરિષદ સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક સદી જૂના મંદિરમાં દિવાળીની ઉજવણી કરવા માટે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. આ મંદિરને ગયા વર્ષે કટ્ટરપંથી ઇસ્લામિક પક્ષની આગેવાની હેઠળના ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરને આગ લગાવી દીધી હતી.

Diwali 2021 : ગયા વર્ષે જે મંદિરને મુસ્લિમોએ તોડી પાડ્યું હતું, તે જ મંદિરમાં આજે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉજવશે દિવાળી
File photo

Follow us on

લઘુમતી હિન્દુ સમુદાય સાથે એકતા દર્શાવવાનો પ્રયાસ માટે પાકિસ્તાનના (pakistan) મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદ સોમવારે ખૈબર પખ્તુનખ્વાના કરક વિસ્તારમાં ‘ટેરી મંદિર’ ખાતે દિવાળીની ઉજવણી કરશે. આ મંદિરને ગયા વર્ષે ઉગ્રવાદીઓના ટોળા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદ સોમવારે બપોરે 3 વાગ્યે દિવાળીની ઉજવણીમાં હાજરી આપશે. 

તમને જણાવી દઈએ કે, આ મંદિર સંત શ્રી પરમ હંસજીનું છે અને આ મંદિરની સ્થાપના આઝાદી પહેલા 1920માં કરવામાં આવી હતી. નોંધનીય છે કે,  ગયા વર્ષે ડિસેમ્બરમાં જમિયત ઉલેમા ઈસ્લામ-ફઝલ સાથે સંકળાયેલા સ્થાનિક મૌલવીની આગેવાની હેઠળના ટોળાએ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટના મંદિરની નજીક જ યોજાયેલી જમિયત ઉલેમા ઇસ્લામ-ફઝલની રેલીના કલાકો પછી બની હતી.

જેમાં વક્તાઓ કથિત રીતે ઉગ્ર ભાષણો આપતા હતા. તેની ઉશ્કેરણી બાદ ટોળાએ મંદિર પર હુમલો કરી મંદિરને આગ ચાંપી દીધી હતી. કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં સંપૂર્ણ તોડફોડ કરી હતી અને તેને આગ લગાવી દીધી હતી. જે બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન સરકારને સખત ઠપકો આપ્યો હતો અને દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારી ખર્ચે મંદિર બનાવવા અને મંદિરના નિર્માણ માટે આરોપીઓ પાસેથી 3 કરોડ 30 લાખ (પાકિસ્તાની રૂપિયા ) વસૂલવાનો નિર્દેશ કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાકિસ્તાન સરકાર વતી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું કે આ ઘટનામાં સામેલ 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 1997 માં મંદિર પર પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ભારે નુકસાન થયું હતું અને પીએચસીના વડા વાંકવાણીએ 2015 માં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને પવિત્ર સ્થળની મરામત અને વાર્ષિક તીર્થયાત્રા ફરી શરૂ કરવા માટે મદદ માંગી હતી.

વાંકવાણીએ પાકિસ્તાની અખબારને જણાવ્યું હતું કે, “તે સમયે સ્થાનિક મૌલવી હિંદુઓ માટે ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં અડચણો ઉભી કરી રહ્યા હતા, જ્યારે શ્રી પરમહંસ જીના અનુયાયીઓએ તે જગ્યાએ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. ” પાકિસ્તાન હિંદુ પરિષદે 2015 માં વાર્ષિક મેળાનું આયોજન કરવાનું શરૂ કર્યું જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાંતીય સરકારને તેરી મંદિરને પુનઃસ્થાપિત કરવા અને જાળવવા માટે નિર્દેશો આપ્યા હતા.

આ પણ વાંચો : Corona vaccine : શું બેકાર થઇ જશે કોરોના વેક્સિનના કરોડો ડોઝ ? બુસ્ટર ડોઝની મંજૂરીથી અટકશે ડોઝની બરબાદી ?

આ પણ વાંચો : Facebook : ફેસબુકને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, Meta કંપનીને લઈને થઇ શકે છે કાનૂની કાર્યવાહી

Next Article