AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook : ફેસબુકને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, Meta કંપનીને લઈને થઇ શકે છે કાનૂની કાર્યવાહી

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેમની કંપનીનું નવું નામ મેટા હશે. પરંતુ હવે આ નામને લઈને વિવાદ થયો છે.

Facebook : ફેસબુકને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, Meta કંપનીને લઈને થઇ શકે છે કાનૂની કાર્યવાહી
Facebook - Meta
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 1:03 PM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે (Facebook) હાલમાં તેનું નામ બદલીને મેટા (Meta) કરી દીધું છે. પરંતુ હવે ફેસબુક પર આરોપ મુકવામાં આવ્યો છે કે ફેસબુકે મેટા નામની ચોરી કરી છે. શિકાગો સ્થિત ટેક ફર્મ અનુસાર, તેમની કંપનીનું નામ મેટા છે. જેને ફેસબુકે ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. 

જો કે, જ્યારે ફેસબુક કંપનીને ખરીદવામાં નિષ્ફળ રહ્યું ત્યારે તેની મેટા નામની ચોરી કરી લીધી છે. જેની સામે કંપની કોર્ટમાં જશે. મેટા કંપનીના કહેવા પ્રમાણે, ફેસબુકે માત્ર તેનું નામ જ નથી ચોર્યું પરંતુ મેટા નામને રિ-બ્રાન્ડ કરીને ફેસબુકે તેની આવક પણ જોખમમાં મૂકી દીધી છે.

મેટા કંપનીના ફાઉન્ડર Nate Skulic કહ્યું કે ફેસબુક તેમની કંપની ખરીદવામાં નિષ્ફળ રહ્યું છે. આ પછી ફેસબુકે 28 ઓક્ટોબરે મીડિયાના આધારે અમારી કંપની મેટાના નામને દફનાવવાનો પ્રયાસ કર્યો અને ફેસબુકને મેટા તરીકે રી બ્રાન્ડ કરી દીધુ હતું. ફેસબુકે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને પોતાને મેટા કહેવાનો નિર્ણય લીધો છે. Skulic એક જાહેર પત્રમાં જણાવ્યું હતું કે મેટા કંપનીએ ફેસબુક સામે જરૂરી કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

Nate Skulic કહ્યું કે ફેસબુક અને તેના અધિકારીઓ છેતરપિંડી કરી છે અને માત્ર અમારા પ્રત્યે જ નહીં પરંતુ સમગ્ર માનવતાના હિત માટે ખરાબ વિશ્વાસથી કામ કરી રહ્યા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેમની કંપનીનું નવું નામ મેટા હશે. સ્કુલિકે કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી ફેસબુકના વકીલો અમને અમારું નામ તેમને વેચવા માટે હેરાન કરી રહ્યા છે. અમે ઘણા આધારો પર તેમની ઓફરને નકારી કાઢી હતી. આ મામલે હજુ સુધી ફેસબુક તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર ફેસબુકના નિયમો સામાન્ય લોકો માટે અલગ અને શક્તિશાળી લોકો માટે અલગ છે. કંપની સામાન્ય લોકો સાથે કડક છે પરંતુ સેલિબ્રિટી, રાજકારણીઓ અને મોટા લોકોને નિયમો તોડવા દે છે. કંપની તરફથી નિયમો તોડનારા 58 લાખથી વધુ લોકોને આ ખાસ સુવિધા મળી છે.

જેમાં સેલિબ્રિટી, રાજનેતા અને હાઈ પ્રોફાઈલ યુઝર્સનો સમાવેશ થાય છે. કંપની તેમને મોનિટરિંગ વિના કોઈપણ પ્રકારની પોસ્ટ કરવાની મંજૂરી આપે છે. સાથે જ સામાન્ય લોકો પર કડકાઈ કરવામાં આવે છે. વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી આ ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો : Sushant singh rajput case : સુશાંત કેસમાં આવશે નવો વળાંક? તપાસ એજન્સી સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ

આ પણ વાંચો : માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">