ભાગેડુ હિરા કારોબારી નિરવ મોદીને મોટો ઝટકો, UKના ગૃહપ્રધાને પ્રત્યાર્પણની આપી મંજૂરી 

UKના ગૃહપ્રધાને ભાગેડુ કારોબારી નિરવ મોદી (Nirav Modi)ના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. CBI અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.

ભાગેડુ હિરા કારોબારી નિરવ મોદીને મોટો ઝટકો, UKના ગૃહપ્રધાને પ્રત્યાર્પણની આપી મંજૂરી 
Nirav Modi (File Image)
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 6:10 PM

UKના ગૃહપ્રધાને ભાગેડુ કારોબારી નિરવ મોદી (Nirav Modi)ના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. CBI અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. ભાગેડુ નિરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક (PNB)ના લગભગ 2 અબર ડોલરની છેતરપિંડીનો આરોપ છે. યૂનાઈડેટ કિંગડમના ગૃહપ્રધાને બનાવટી અને મની લોન્ડરિંગના આરોપો પર ભારતના હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવી છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસના ભારત પ્રવાસ પહેલા જ બ્રિટિશ ગૃહપ્રધાને નિરવ મોદીના પ્રત્યાર્પણ પર સહી કરી દીધી છે. ત્યારે નિરવ મોદીને બ્રિટિશ હાઈકોર્ટમાં અપીલનો અધિકાર હજુ બાકી છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર બ્રિટિશ હોમ સેક્રેટરીએ ફેબ્રુઆરી 2019માં સહી કરી હતી. ભારત સરકાર માટે યુકેએ ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

નિરવ મોદી પર આરોપ છે કે તેમને પંજાબ નેશનલ બેન્કને રૂપિયા 13,570 કરોડનો ચૂનો લગાવ્યો. 19 માર્ચ 2019એ ધરપકડ બાદ તે વારંવાર જામીનથી વંચિત થયા બાદ વંડ્સવર્થ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં  નિરવ મોદી પાસે  બ્રિટેનમાં હાઈકોર્ટની સામે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશની વિરૂદ્ધ અપીલ કરવાનો વિકલ્પ છે.

આ પણ વાંચો: Egypt માં નાઇલ નદીના કાંઠે મળ્યું “સોનાનું શહેર”, જાણો શું છે શહેરનો ઇતિહાસ !!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">