સાઉદી અરેબિયાનું મહિલા સશક્તિકરણને લઈને મોટું પગલું, મક્કામાં પહેલીવાર મહિલા સૈનિકો તૈનાત

મક્કાની ગ્રેન્ડ મોસ્કમાં સેનાના ડ્રેસમાં મહિલાઓ સુરક્ષાની પરિસ્થિતિ પર નજર રાખી હતી. ખાખી યુનિફોર્મની સાથે લાંબુ જેકેટ અને ઢીલું ટ્રાઉઝર અને તેના વાળને ઢાંકવા માટે ડ્રેસ ઉપર કાળી પટ્ટી પહેરી હતી.

સાઉદી અરેબિયાનું મહિલા સશક્તિકરણને લઈને મોટું પગલું, મક્કામાં પહેલીવાર મહિલા સૈનિકો તૈનાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 4:52 PM

સાઉદી અરેબિયાએ (Suadi Arabia) મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને મોટો નિર્ણય લીધો છે. પ્રથમ વખત મક્કા (Mecca) અને મદીનામાં યોજાનારી હજ યાત્રા (Hajj Pilgrims) દરમિયાન મહિલા સૈનિકોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. આ મહિલા સૈનિકોનું કામ હજ યાત્રા દરમિયાન સુરક્ષા પર નજર રાખવાનું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાઉદી મહિલા સૈનિકો મક્કાની ‘મસ્જિદ અલ-હરામ’ (Masjid al-Haram) અથવા ગ્રેડ મોસ્કની રક્ષા કરતા જોવા મળશે.

મક્કાની ગ્રેન્ડ મોસ્કમાં સેનાના ડ્રેસમાં મહિલાઓ સુરક્ષાની પરિસ્થિતિ પર નજર રાખી હતી. ખાખી યુનિફોર્મની સાથે લાંબુ જેકેટ અને ઢીલું ટ્રાઉઝર અને તેના વાળને ઢાંકવા માટે ડ્રેસ ઉપર કાળી પટ્ટી પહેરી હતી. ટ્વીટર પર સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ઘણા લોકોએ તેને મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. એક ટ્વીટર યુઝરે લખ્યું, ‘મક્કાના ઈતિહાસમાં હજ દરમિયાન પહેલીવાર એક મહિલા સાઉદી ગાર્ડ ફરજ બજાવી રહી છે.’

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હજ દરમિયાન કોરોનાના નિયમનું કરવું પડશે પાલન

કોવિડના નિયમનું પાલન કરતા હજારો વેક્સિનેટેડ મુસ્લિમો હજ યાત્રા માટે મક્કામાં ભેગા થયા હતા. ઈસ્લામના પાંચ સ્તંભો પૈકી એક, હજ ઈદ અલ-અજહા સમારોહ સાથે સમાપ્ત થયો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, 10,000 વેક્સિન લીધેલા યાત્રિકોએ ઈસ્લામની પવિત્ર સ્થળ મક્કામાં પરિક્રમા કરી હતી. આ દરમિયાન તે સામાજિક અંતરને અનુસરીને અને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. સતત બીજા વર્ષે હજ યાત્રા પર કોરોનાને લઈને ખતરો છે.

60 હજાર લોકોને મળી છે હજ યાત્રાની અનુમતિ

નોંધનીય છે કે કોરોના પહેલા વિશ્વના વિવિધ દેશોના 25 લાખ યાત્રીઓ દર વર્ષે હજ યાત્રા માટે મક્કા જતા હતા. જો કે, હવે કોરોનાને કારણે હજ યાત્રામાં ઘણો ફેરફાર થયો છે. કોરોના મહામારી દરમિયાન આ વર્ષે 60 હજાર રસી અપાયેલા નાગરિકો અથવા સાઉદી અરેબિયાના રહેવાસીઓને હજ કરવાની છૂટ આપવામાં આવી હતી. ગયા વર્ષે યોજાયેલી પ્રતિકાત્મક હજ યાત્રાની તુલનામાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધુ હતી. ગયા વર્ષે માત્ર એક હજાર યાત્રાળુઓને હજ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વૈષ્ણો દેવી સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ફરીથી કરાઈ શરૂ, આ વિશે જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">