Dubai: 196 ફૂટ ઉંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ, અપાર્ટમેન્ટ, ગેરેજ, દુકાનો, જેવી તમામ સુવિધાઓથી સજ્જ એક જળમગ્ન શહેર, જુઓ વીડિયો

|

Jul 09, 2021 | 12:52 PM

ડીપ ડાઇવ દુબઈમાં 6 ઓલિમ્પિક સ્વિમિંગ પુલની સમકક્ષ 1.4 કરોડ લીટર પાણી તેમાં સમાઈ શકે છે. આ પૂલમાં એક અંડરવોટર ફિલ્મ સ્ટૂડિયો પણ છે જેમાં એડિટિંગ રૂમ અને વીડિયો વોલ ગોઠવવામાં આવી છે.

Dubai: 196 ફૂટ ઉંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ, અપાર્ટમેન્ટ, ગેરેજ, દુકાનો, જેવી તમામ સુવિધાઓથી સજ્જ એક જળમગ્ન શહેર, જુઓ વીડિયો
Deep Dive Dubai world's deepest swimming pool

Follow us on

દુબઈમાં 60 મીટર એટલે કે 196 ફુટની ઉંડાઈ સાથે દુનિયાનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ ‘ડીપ ડાઇવ દુબઈ’ (Deep Dive Dubai) ખુલ્લો મુકાયો છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ એચ.એચ. શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમે (Hamdan bin Mohammed Al Maktoum) જુલાઈ 7 ના રોજ ડીપ ડાઇવ દુબઈને ખુલ્લો મુક્યો હતો. તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ સ્વિમિંગ પૂલની ખાસીયત એ છે કે, તેને જળમગ્ન શહેરની (Sunken City) થીમ પર બનાવવામાં આવ્યો છે. આ પૂલને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે વિશ્વના સૌથી ઉંડા સ્વિમિંગ પૂલ તરીકે માન્યતા આપી છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

6 ઓલિમ્પિક સ્વિમિંગ પુલની સમકક્ષ 1.4 કરોડ લીટર પાણી તેમાં સમાઈ શકે છે. જેમાં અપાર્ટમેન્ટ્સ, ગેરેજ અને અનેક ઇન્ડોર રમતો સાથે ડૂબી ગયેલા શહેરનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા લોકો માટે ઇવેન્ટ્સનું પણ આયોજન કરી શકાશે. આંતરરાષ્ટ્રીય ડાઇવિંગ પ્રોફેશનલ્સની ટીમ સ્થળ પર હાજર રહેશે અને સ્કુબા ડાઇવિંગમાં રસ ધરાવતા લોકોની સહાય કરશે. અહીં 56 અંડરવોટર કેમેરા છે જે પૂલના તમામ ખૂણાઓને આવરી લે છે. આ પૂલમાં એક અંડરવોટર ફિલ્મ સ્ટૂડિયો પણ છે જેમાં એડિટિંગ રૂમ અને વીડિયો વોલ ગોઠવવામાં આવી છે.

 

ડાઇવિંગ અનુભવને વધુ સારો બનાવવા માટે ત્યાં સાઉન્ડ અને મૂડ લાઇટિંગ સિસ્ટમ્સ પણ ગોઠવવામાં આવી છે. ડીપ ડાઇવ દુબઈ હાલમાં ખાસ આમંત્રીત લોકો માટે જ ખુલ્લું છે. જાહેર બુકિંગ જુલાઈના અંતમાં તેમની વેબસાઇટ પર શરું થશે. 10 અને તેથી વધુ વયના મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાશે. મહત્વનં છે કે, પ્રોફેશ્નલ ડાઇવર્સ અને એથ્લેટ્સ પણ મુલાકાત લઈ શકે છે.

 

આ પણ વાંચો: Health Tips : તુલસીના પાન ખાતા પહેલા જાણો તેના આ પાંચ ગેરફાયદા

આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે

Next Article