Death : Pervez Musharraf એ સૈન્ય વિદ્રોહ કરી નવાઝ શરીફ પાસેથી સત્તા ઝુંટવી , કારગિલ યુદ્ધના માસ્ટર માઇન્ડ

|

Feb 05, 2023 | 12:24 PM

Pervez Musharraf death : કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે.

Death : Pervez Musharraf એ સૈન્ય વિદ્રોહ કરી નવાઝ શરીફ પાસેથી સત્તા ઝુંટવી , કારગિલ યુદ્ધના માસ્ટર માઇન્ડ
પરવેઝ મુશર્રફનું નિધન (ફાઇલ)

Follow us on

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે નિધન થયું છે. યુનાઈટેડ આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેઓ હેઠળ હતા. તેઓ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ હતા, ત્યારે તેમણે ભારત વિરુદ્ધ ઘણાં ષડયંત્ર રચ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. 

સૈન્ય વિદ્રોહ કરી સત્તા ઝુંટવી હતી.

પરવેઝ મુશર્રફે ઑક્ટોબર 1999માં સૈન્ય વિદ્રોહ કરીને પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લીધી હતી. જૂન 2001માં જનરલ મુશર્રફે સૈન્ય પ્રમુખના પદ પરથી પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા. એપ્રિલ 2002માં એક વિવાદાસ્પદ જનમતથી મુશર્રફ વધારે પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બની ગયા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઑક્ટોબર-નવેમ્બર 2007માં મુશર્રફ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા. એ પછી તેમણે દેશમાં કટોકટી લાદી દીધી અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઇફ્તિખાર ચૌધરીની જગ્યાએ નવા મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કરી દીધી.ઑગસ્ટ 2008માં મુશર્રફે રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે આ નિર્ણય મુખ્ય સત્તાધારી પક્ષના વિરુદ્ધ મહાભિયોગ કરવાની સહમતી બાદ લીધો હતો.

કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. 18 વર્ષની ઉંમરમાં મુશરર્ફ પાકિસ્તાન સૈન્યમાં ભરતી થયા. મુશરર્ફને 1999માં કારગીલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

1999માં કારગીલ યુદ્ધમાં હાર અને વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મતભેદ બાદ મુશરર્ફે સતાપરીવર્તન કરતા દેશમાં લશ્કરી શાસન લગાવી સતાની સુકાન સંભાળી લીધી હતી. 2001માં તેઓ પાકિસ્તાનના 10મા રાષ્ટ્રપતિ બન્યા હતા. 2008માં તેમને નાટકીય ઢંગથી સતા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં મુશરર્ફને ચાર વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો. હાલમાં તેઓ દેશમાં રાષ્ટ્રદોહ જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.

12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. ઓક્ટોબર 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે મુશર્રફને તેમના પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી જ મુશર્રફે તેમના વફાદાર સેનાપતિઓ સાથે મળીને શરીફને ઉથલાવી પાડવાનું કાવતરું શરૂ કર્યું. મુશર્રફે 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાના આક્રમણને સમર્થન આપ્યું હતું.

Next Article