Cyclone Nalgae: ભયાનક તોફાનથી હચમચી ઉઠ્યુ ફિલિપાઈન્સ, અત્યાર સુધી 105 લોકોના મોત, 19 લાખથી વધારે લોકો બન્યા બેઘર

|

Oct 31, 2022 | 7:00 PM

સરકારની પ્રીમિયર ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અનુસાર ઓછામાં ઓછા 69 લોકો ઘાયલ થયા છે અને 63 અન્ય લોકો ગુમ છે. તોફાનથી 19 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 975,000થી વધુ ગ્રામીણ લોકોનો સમાવેશ થાય છે.

Cyclone Nalgae: ભયાનક તોફાનથી હચમચી ઉઠ્યુ ફિલિપાઈન્સ, અત્યાર સુધી 105 લોકોના મોત, 19 લાખથી વધારે લોકો બન્યા બેઘર
Image Credit source: PTI

Follow us on

ફિલિપાઈન્સમાં આ વર્ષના સૌથી ભયાનક વાવાઝોડામાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે ફિલિપાઈન્સમાં 105 લોકોમાંથી ઓછામાં ઓછા 53 લોકોએ પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યા હતા. આ લોકો મુસ્લિમ સ્વાયત્ત ક્ષેત્રના મૈગુઈન્ડાનાઓના હતા.

વાવાઝોડાએ દ્વીપસમૂહના મોટાભાગમાં વિનાશ સર્જ્યો હતો. જો કે રવિવારે તોફાન દેશની બહાર દક્ષિણ ચીન સાગરમાં પહોંચી ગયું હતું. સરકારની પ્રીમિયર ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અનુસાર ઓછામાં ઓછા 69 લોકો ઘાયલ થયા છે અને 63 અન્ય લોકો ગુમ છે. તોફાનથી 19 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 975,000થી વધુ ગ્રામીણ લોકોનો સમાવેશ થાય છે. આ લોકો હાલમાં આશ્રયસ્થાનોમાં અથવા તેમના સંબંધીઓના ઘરે રહે છે.

એક ગામના લોકોએ વાવાઝોડાને ‘સુનામી’ સમજી લીધી

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરના પાણીથી 4,100થી વધુ ઘર અને 16,260 હેક્ટર (40,180 એકર) ડાંગર અને અન્ય પાકને નુકસાન થયું છે. તે જ સમયે, ફિલિપાઈન્સના કુસિઓંગ ગામના રહેવાસીઓએ દેશમાં ભારે વિનાશ સર્જનાર વાવાઝોડાને સુનામી સમજી લીધી, જેના કારણે તેઓ પર્વત તરફ ઊંચા સ્થાન તરફ ભાગ્યા અને પછી ત્યાં જીવતા દફન થઈ ગયા. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમણે કહ્યું કે ગામના લોકોને આ ગેરસમજ થઈ છે કારણ કે કુસેઓંગ પહેલા પણ વિનાશક સુનામીનો ભોગ બની ચૂક્યું હતું. ઉત્તરપશ્ચિમ કિનારે તબાહી મચાવનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા નલગેથી સૌથી વધુ પ્રભાવિત થયેલા મેગવિંદાનાઓ પ્રાંતના કુસેઓંગ ગામમાંથી બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં બાળકો સહિત ઓછામાં ઓછા 20 મૃતદેહને કાદવના ઢગલામાંથી બહાર કાઢ્યા છે. જેમાં બાળકોના મૃતદેહો પણ સામેલ છે.

ફિલિપાઈન્સ વિશ્વમાં સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશ

ફિલિપાઈન દ્વીપકલ્પમાં દર વર્ષે લગભગ 20 જેટલા ચક્રવાતી તોફાનો આવે છે. તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં ઘણા જ્વાળામુખી અવારનવાર ફાટે છે અથવા તો નાના મોટા ધરતીકંપના કંપન અનુભવાય છે. આ જ કારણ છે કે આ ફિલિપાઈન્સ વિશ્વમાં સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશ છે.

Next Article