Covid in China: ચીનમાં રજાઓ દરમિયાન કોવિડ ફેલાવવાનું જોખમ વધ્યું, બેઇજિંગમાં કડક પ્રતિબંધો

બેઇજિંગની (Beijing) સ્થાનિક સરકારે જણાવ્યું હતું કે લોકોએ સાર્વજનિક સ્થળોની મુલાકાત લેતા પહેલા અથવા જાહેર પરિવહનમાં ચડતા પહેલા સાત દિવસની અંદર ન્યુક્લીક-એસિડ પરીક્ષણ પરિણામો દર્શાવવા આવશ્યક છે.

Covid in China: ચીનમાં રજાઓ દરમિયાન કોવિડ ફેલાવવાનું જોખમ વધ્યું, બેઇજિંગમાં કડક પ્રતિબંધો
Corona In China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:00 PM

29 એપ્રિલે ચીનના શાંઘાઈમાં (Shanghai) ક્વોરેન્ટાઈન વિસ્તારોની બહાર કોઈ નવા કોવિડ કેસ નોંધાયા નથી. કેટલાક અઠવાડિયામાં આવું પહેલીવાર બન્યું છે. આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે બેઇજિંગે (Beijing) પાંચ દિવસની મજૂર દિવસની રજાના પ્રથમ દિવસે સમગ્ર શહેરમાં પ્રતિબંધો કડક કર્યા છે. બેઇજિંગે 4 મે સુધી શાળાઓ, મનોરંજન સ્થળો, જીમ અને થિયેટરો સહિત તમામ જાહેર સ્થળોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. શહેરમાં રજાના દિવસોમાં લોકો ભેગા થતા અટકે કે બહાર ન જાય તે માટે આવું કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ચીન કોરોના વાયરસથી (China Coronavirus) ખરાબ રીતે પ્રભાવિત છે.

આ પાંચ દિવસની રજા ચીનમાં સૌથી વ્યસ્ત સમય છે, કારણ કે આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જોકે આ વર્ષે કોવિડ કેસના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી છે. તે જ સમયે, રજાઓ સમાપ્ત થયા પછી પણ, બેઇજિંગની સ્થાનિક સરકારે કહ્યું કે લોકોએ સાર્વજનિક સ્થળોએ જતા પહેલા અથવા જાહેર પરિવહનમાં ચડતા પહેલા સાત દિવસની અંદર થયેલા ન્યુક્લીક-એસિડ પરીક્ષણ પરિણામો દર્શાવવા આવશ્યક છે. બેઇજિંગના અધિકૃત વીચેટ પેજ પર એક નોટિસ અનુસાર, 5 મેથી, તમામ જાહેર વિસ્તારોમાં પ્રવેશતા અને જાહેર પરિવહન લેતા લોકોએ છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવેલા પરીક્ષણનો રિપોર્ટ દર્શાવવો પડશે.

લોકોના સામાન્ય જીવનમાં પાછા ફરવાની નથી કોઈ માહિતી

હોટેલ અને BNB માં રોકાણ માટે 48 કલાકની અંદર કરવામાં આવેલ ન્યુક્લીક એસિડ ટેસ્ટના પરિણામો પણ બતાવવાના રહેશે. શાંઘાઈ અને બેઇજિંગના અધિકારીઓએ હજુ સુધી કહ્યું નથી કે લોકો ક્યારે સામાન્ય જીવનમાં પાછા ફરી શકશે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે બેઇજિંગમાં 48 કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા 47 કેસ નોંધાયા હતા. બેઇજિંગમાં અત્યાર સુધીમાં કુલ 282 કોવિડ કેસ નોંધાયા છે. શનિવારે, ચીનમાં કોરોનાવાયરસના 10,700 કેસ નોંધાયા હતા. આમાંના મોટાભાગના કેસો શાંઘાઈમાં નોંધાયા હતા. ચીનના વિવિધ પ્રાંતોમાં પણ કોવિડના કેસ વધતા જોવા મળી રહ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ચીનમાં ફરી ત્રાટક્યો ઓમિક્રોન

ચીન કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની સુનામીનો સામનો કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, અત્યારે આપણે ઓમિક્રોનની સુનામીનો સામનો કરી રહ્યા છીએ. ચેપનો આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાય છે, એટલી ઝડપથી કે આપણે કલ્પના પણ કરી શકતા નથી. ઝાઓએ કહ્યું કે ચીને 2021માં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને લગભગ 14 દિવસમાં નિયંત્રિત કરી લીધું હતું, પરંતુ ઓમિક્રોનનો હુમલો ખૂબ જ ગંભીર છે. યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ત્યારે તેઓ ચીનમાં એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

આ પણ વાંચો :  કેનેડામાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ ફરી શરૂ થયો વિરોધ, પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે, અનેક લોકોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">