AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona in China: ‘ડ્રેગન’ કોરોનાના ભરડામાં, બજારોમાં એન્ટીજન ટેસ્ટિંગ કીટની અછત, શું છે કારણ

Corona virus cases in China: ચીનમાં કોવિડથી જોડાયેલા પ્રતિબંધો અચાનક હટવાથી ઘણા શહેરોમાં મેડિકલ સપ્લાયની માંગ વધી ગઈ છે. તેમાં તાવ ઓછો કરવાની દવાઓ, N-95 માસ્ક અને એન્ટીજન ટેસ્ટ કિટ મુખ્ય છે.

Corona in China: 'ડ્રેગન' કોરોનાના ભરડામાં, બજારોમાં એન્ટીજન ટેસ્ટિંગ કીટની અછત, શું છે કારણ
Corona in China Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 10:26 PM
Share

ચીનમાં કોરોના વાઈરસ ફરી એકવાર મહામારીનું સ્વરૂપ લઈ રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસ રેકોર્ડ ગતીએ વધી રહ્યા છે અને સ્થિતિ અતિ ગંભીર બનતી જઈ રહી છે. સ્થિતિ એવી છે કે લોકો હોસ્પિટલથી લઈ રસ્તામાં મોતને ભેટી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા વધી નથી અને ટેસ્ટિંગ કિટ પણ મળતી નથી. ચીનની મેક્રો ઈકોનોમીના એક અહેવાલ મુજબ ચીનની મોટાભાગની દવા કંપનીઓએ એન્ટીજન ટેસ્ટ કિટ માટે ‘સોલ્ડ આઉટ’નું બોર્ડ લગાવી દીધું છે. દવાઓની જે દુકાનો પર કિટ ઉપલબ્ધ છે. ત્યાં લોકોની લાંબી-લાંબી લાઈન લાગી છે.

ચીનમાં વધી મેડિકલ સપ્લાયની માંગ

ચીનમાં કોવિડથી જોડાયેલા પ્રતિબંધો અચાનક હટવાથી ઘણા શહેરોમાં મેડિકલ સપ્લાયની માંગ વધી ગઈ છે. તેમાં તાવ ઓછો કરવાની દવાઓ, N-95 માસ્ક અને એન્ટીજન ટેસ્ટ કિટ મુખ્ય છે. ચીનમાં ન્યૂક્લેઈક એસિડ ટેસ્ટ સાઈટ બંધ થયા બાદ લોકો જાતે જ કોવિડ વાઈરસની ઓળખ કરવા માટે ટેસ્ટ કરી રહ્યા છે. તેથી એન્ટીજન ટેસ્ટ કિટની માંગમાં વધારો થયો છે.

કંપનીની કમાણીમાં થયો વધારો

ચીનની એક મોટી મેડિકલ મેન્યુફેક્ચર કંપની વિનર મેડિકલનું કહેવું છે કે એન્ટીજન ટેસ્ટ કિટથી કંપનીની હાલમાં કમાણી ખુબ જ વધી ગઈ છે. ત્યારે આ અફરા તફરીની વચ્ચે ચીની લોકો માટે કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ ખરીદવી મુશ્કેલ બન્યું છે. વુહાનના એક સ્થાનિક નાગરિક વાંગ ફેઈનું કહેવું છે કે જ્યારથી કોવિડ 19ના પ્રતિબંધ હટ્યા છે, ત્યારથી તેમની પાડોશના મેડિકલ સ્ટોર પર એન્ટીજન ટેસ્ટ કિટ મળી નથી. ત્યારે ઓનલાઈન ઓર્ડર કર્યાને બે અઠવાડિયા થઈ ગયા પણ હજુ સુધી ઓનલાઈન સ્ટોર તરફથી કુરિયર મળ્યું નથી.

કિટની તંગી હોવાનું શું છે કારણ

એન્ટીજન ટેસ્ટ કીટ બનાવનારી કંપનીઓનું કહેવું છે કે કીટના વધારે પ્રોડક્શન માટે સમય જોઈએ. અચાનકથી માંગ વધવા પર સપ્લાય ના વધવાથી માર્કેટમાં તંગી ઉભી થઈ છે. ત્યારે ચીનના પ્રીમિયર લી કેકિયાંગે બુધવારે એક સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં કહ્યું કે સરકારી સત્તાવાળાઓએ કોવિડ સંબંધિત તબીબી ઉપકરણોની વધતી માંગને પહોંચી વળવા કંપનીઓની ક્ષમતા વધારવાની જરૂર છે. ચીનમાં હાલ 42 કંપનીઓની પાસે એન્ટીજન ટેસ્ટ કીટ બનાવવાની પરવાનગી છે, જ્યારે 100થી વધારે કંપનીઓએ તેના માટે અરજી કરેલી છે.

g clip-path="url(#clip0_868_265)">