Nepal માં ભારતીય રસીથી રસીકરણની શરૂઆત, બીજા તબક્કામાં 3 લાખ લોકોને અપાશે વેક્સિન

|

Feb 09, 2021 | 7:59 PM

Nepal માં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત મંગળવારે ભારતીય રસી કોવીશિલ્ડથી થઈ છે

Nepal માં ભારતીય રસીથી રસીકરણની શરૂઆત, બીજા તબક્કામાં 3 લાખ લોકોને અપાશે વેક્સિન

Follow us on

Nepal માં કોરોના  રસીકરણના બીજા તબક્કાની શરૂઆત મંગળવારે ભારતીય રસી કોવીશિલ્ડથી થઈ છે. સ્થાનિક મીડિયાએ નેપાળના આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે આ બીજા તબક્કામાં પત્રકારો, રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

Nepal માં Coronaરસીકરણ સલાહકાર સમિતિના પ્રમુખ ડો.શ્યામરાજ ઉપરેતીએ જણાવ્યું હતું કે રસીકરણના બીજા તબક્કામાં લગભગ 3 લાખ લોકોને રસી આપવામાં આવશે. જેમાં પત્રકારો, રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જોકે પ્રથમ તબક્કાની રસીકરણ પ્રક્રિયામાં 4 લાખ 30 હજાર લોકોને રસી આપવાની યોજના હતી. પરંતુ માત્ર 184,857 લોકોને રસી આપવામાં આવી હતી. ઉપરેતિએ જણાવ્યું હતું કે બીજા તબક્કાની રસી શુક્રવાર સુધી ચાલુ રહેશે અને આ તબક્કામાં આશરે 300,000 લોકોને રસી આપવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Nepal માં પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ, સેનીટાઇઝેશન સાથે જોડાયેલા કર્મચારીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને સુરક્ષા અધિકારીઓને અગ્રતા આપવામાં આવી હતી અને હવે બીજા તબક્કામાં વહીવટી અધિકારીઓ, મહેસૂલ અધિકારીઓ, બેંક કર્મચારીઓ અને પત્રકારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે , 15 જાન્યુઆરીએ નેપાળે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત કોવિશિલ્ડ રસીના ઉપયોગને મંજૂરી આપી હતી અને રસીકરણ અભિયાન ભારતમાંથી 1 મિલિયન રસીનો જથ્થો આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Next Article