ચિંતાજનક: કોરોનાએ ફરી પકડ્યુ જોર, રશિયામાં 40 હજારથી વધુ કેસ, ઘણા દેશોમાં સ્થિતિ બગડી

|

Oct 29, 2021 | 8:48 AM

રશિયાએ રાજધાની મોસ્કોને અગિયાર દિવસ માટે બંધ કરી દીધુ છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 1159 લોકોના મોત થયા છે, તો ચીનમાં કોરોનાના વાયરસને પ્રસરતા અટકાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ચિંતાજનક: કોરોનાએ ફરી પકડ્યુ જોર, રશિયામાં 40 હજારથી વધુ કેસ, ઘણા દેશોમાં સ્થિતિ બગડી

Follow us on

વિશ્વમાં કોરોનાના પ્રકોપને કારણે સ્થિતિ બગડવા લાગી છે. રશિયાએ રાજધાની મોસ્કોને અગિયાર દિવસ માટે બંધ કરી દીધુ છે. ચીને વાયરસને રોકવા માટે યુદ્ધ જેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં એક વર્ષ પછી કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ સરકાર ગંભીર બની ગઈ છે. જ્યારે જર્મનીમાં કેટલાક પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે.

રશિયન સરકારે કહ્યું કે ગુરુવારે રેકોર્ડ 40,096 લોકોએ ચેપની પુષ્ટિ કરી છે. તે જ સમયે 1159 લોકોના મોત થયા છે. યુરોપિયન દેશોમાં રશિયાની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં 2,35,057 લોકોના મોત થયા છે. તે જ સમયે, ચીને પૂર્વોત્તર શહેરોમાં નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. બુધવારે ચીનમાં 23 લોકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે.

હેલોંગજિયાંગ પ્રાંતમાં અટકાયતની માંગ
ચીનનો ઉત્તર પૂર્વીય હેલોંગજિયાંગ પ્રાંત, જે રશિયા અને હેહે શહેરની સરહદે આવેલ છે. ત્યાં રોગચાળો બેકાબૂ બની ગયો છે. અહીંના લોકોનું કહેવું છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો સંપર્ક પણ કાપી નાખવો જોઈએ જેથી કોરાનાના વાયરસ ન ફેલાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જર્મની: એપ્રિલ પછી મોટાભાગના દર્દીઓ
જર્મનીમાં સ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ અહીં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયાની તુલનામાં, ગુરુવારે કોરોનાના 28 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ફ્રાન્સ: સંક્રમણ દરમાં 16% વધારો
ફ્રાન્સમાં સંક્રમણ દર 16 ટકા વધ્યો છે, જે ખતરાની નિશાની છે. ફ્રાન્સમાં છેલ્લા સાત દિવસમાં દરરોજ સરેરાશ 5256 કેસ નોંધાઈ રહ્યા છે. સરકાર હેલ્થ પાસ ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે.

ન્યુઝીલેન્ડ: સાઉથ આઇલેન્ડમાં એક વર્ષ પછી પ્રથમ કેસ
ન્યુઝીલેન્ડમાં વાયરસે ફરી દસ્તક આપી છે. ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં એક વર્ષ બાદ પહેલો કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

બ્રિટનઃ 43 હજારથી વધુ સંક્રમિત, 207ના મોત
બ્રિટનમાં કોરોનાની સ્થિતિ હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહી. બુધવારે અહીં 43,941 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. જેમાં 207 લોકોના મોત થયા હતા. હજુ પણ 8801 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

સિંગાપોર: સંક્રમણ વધ્યુ
સિંગાપોરમાં વેપાર માટે સરહદો ખોલતાની સાથે જ કોરોના સંક્રમણ વધવા લાગ્યુ છે. હોસ્પિટલો, બેડ અને આઈસીયુ ભરાઈ ગયા છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

આ પણ વાંચોઃ PM Modi Italy Visit : વડાપ્રધાન આજથી ઇટલીની પ્રવાસે, જાણો કઈ રીતે છે ખાસ આ પ્રવાસ

 

 

 

 

 

Next Article