કોરોનાની બીજી લહેરને પગલે આ દેશમાં લાગ્યુ છે હાલના સમયમાં દુનિયાનું કડક પ્રકારનું લોકડાઉન

|

Nov 20, 2020 | 5:48 PM

કોરોના વાઈરસ હજુ પણ ઓસર્યો નથી અને ના તો તેની કોઈ અકસીર વેકસીન તૈયાર થઈ છે. છતાં પણ સતત તેના કેસ જેવા મળી રહ્યા છે. કોરોનાને આપણી આસપાસ શેરી અને મહોલ્લા, સોસાયટીમાં પણ જોઈ શકાય છે. આવી જ સ્થિતી દુનિયાના તમામ દેશોમાં વર્તાઈ રહી છે. આ કારણેથી જ અનેક જગ્યાએ ફરીથી લોકડાઉન કરવાની નોબત સર્જાઈ […]

કોરોનાની બીજી લહેરને પગલે આ દેશમાં લાગ્યુ છે હાલના સમયમાં દુનિયાનું કડક પ્રકારનું લોકડાઉન

Follow us on

કોરોના વાઈરસ હજુ પણ ઓસર્યો નથી અને ના તો તેની કોઈ અકસીર વેકસીન તૈયાર થઈ છે. છતાં પણ સતત તેના કેસ જેવા મળી રહ્યા છે. કોરોનાને આપણી આસપાસ શેરી અને મહોલ્લા, સોસાયટીમાં પણ જોઈ શકાય છે. આવી જ સ્થિતી દુનિયાના તમામ દેશોમાં વર્તાઈ રહી છે. આ કારણેથી જ અનેક જગ્યાએ ફરીથી લોકડાઉન કરવાની નોબત સર્જાઈ છે. આવુ જ કંઈક થઈ રહ્યુ છે ઓસ્ટ્રેલીયામાં.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અહીં કોવિડ-19 કેસ લગાતાર વધી રહ્યા છે. આ માટે અહીં 6 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. આને એક પ્રકારનું કર્ફ્યુ જ સમજી લો. આ છ દિવસો દરમ્યાન જરુરીયાતનો સામાન લેવા માટે પણ માત્ર એકાદ જ વ્યક્તિ ઘરની બહાર નિકળી શકશે. એ પણ દિવસમાં એક જ વાર. છ દિવસો દરમ્યાન તે એક જ વ્યક્તિ બહાર નિકળી શકશે. સ્કૂલ-કોલેજ, બજાર, કેફે-પબ બધુ જ અહી બંધ કરી દેવાયુ છે. 6 દિવસ બાદ પણ અહી સરકાર બધુ પુરી રીતે ખોલી દેવા માટે મુડમાં નથી. સ્થાનિક પ્રશાસનનું માનવુ છે કે, કેસ તો લગાતાર વધી રહ્યા છે પરંતુ સેકન્ડ વેવ હજુ પુર્ણ રીતે આવ્યો નથી. હજુ પણ સખ્તાઈથી કોવિડ પ્રોટોકોલ્સ ફોલો કરવામાં આવે તો સેકન્ડ વેવને રોકી શકાય છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન લગાવવા માટેનો નિર્ણય એક દમ ઉતાવળમાં લેવો પડ્યો છે. 17 તારીખે અહીં એક મહોલ્લામાં બે કેસ સામે આવ્યા હતા. આ પહેલા કોઈ કંઈ સમજે એટલામાં તો રાતભરમાં જ અહીં મહોલ્લામાં બેથી વધીને 22 કેસ થઈ ચુક્યા હતા. આના પછી તરત જ અહીં લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તમને બતાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ પણ હાલમાં આ સમયગાળામાં ઓસ્ટ્રેલિયામાં જ છે. ટીમ આગામી 27 નવેમ્બરથી ટી-20, વન ડે અને ટેસ્ટ સીરીઝ રમનારી છે. ટેસ્ટ મેચની પહેલી મેચ એડીલેડમાં રમાનાર છે, જે સાઉથ ઓસ્ટ્રેલીયામાં જ સમાવેશ છે. જો કે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા આ મેચનું સ્થળ પણ બદલવા પર વિચાર કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 6 કરોડ થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. ભારતમાં જ 90 લાખ કરતા પણ વધુ કેસ સામે આવી ચુક્યા છે. અમદાવાદ જેવા શહેરમાં પણ હવે નાઈટ અને વિક એન્ડ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કેટલાક પ્રતિબંધ લગાવી દેવાઈ છે. જેમ કે લગ્નમાં અત્યારે 200 નહી પરંતુ 50 લોકોની જ પરમીશન આપી છે. જોકે લોકડાઉન જેવા પગલા હજુ ઉઠાવાયા નથી. જો કે જ્યાં સુધી વેકસીન નથી આવી જતી, માસ્ક, હેન્ડ સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટેન્સીંગ જ કોરોનાથી બચવાના ઉપાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article