AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંતરિક્ષમાં ખોરવાયું 21 ટન ભારે ચીની રોકેટનું નિયંત્રણ, ધરતી પર ગમે ત્યાં મચાવી શકે છે તબાહી

અંતરિક્ષમાં શાસન કરવાના હેતુથી ચીને એક પછી એક અનેક રોકેટ લોન્ચ કર્યા, તે વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. ચીનનું 21 ટનનું વિશાળકાય રોકેટ અવકાશમાં અનિયંત્રિત થઈ ગયું છે

અંતરિક્ષમાં ખોરવાયું 21 ટન ભારે ચીની રોકેટનું નિયંત્રણ, ધરતી પર ગમે ત્યાં મચાવી શકે છે તબાહી
Rahul Vegda
| Edited By: | Updated on: May 04, 2021 | 10:55 PM
Share

અંતરિક્ષમાં શાસન કરવાના હેતુથી ચીને એક પછી એક અનેક રોકેટ લોન્ચ કર્યા, તે વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. ચીનનું 21 ટનનું વિશાળકાય રોકેટ અવકાશમાં અનિયંત્રિત થઈ ગયું છે અને હવે તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ ભારે રોકેટ ક્યાં પડશે, તે બરાબર જાણી શકાયું નથી.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો કોઈ ચીની રોકેટ પૃથ્વી પરના વસ્તીવાળા ક્ષેત્રમાં ટકરાશે તો મોટા પ્રમાણમાં વિનાશ સર્જાય તેવી શક્યતાઓ છે. એવી આશંકા છે કે આ રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક, મેડ્રિડ અને બેઈજિંગ જેવા શહેરોમાં ક્યાંય પણ પડી શકે છે. ચાલો જાણીએ શું છે આખો મુદ્દો

ચીને ગુરુવારે પોતાનું લોંગ માર્ચ 5B રોકેટ લોન્ચ કર્યું હતું અને નિષ્ણાતોને આશંકા છે કે તે આગામી દિવસોમાં પૃથ્વી પર ક્યાંય પણ પડી શકે છે. પૃથ્વીના ચક્કર લગાવતા ઓબ્જેક્ટ પર નજર રાખનારા ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે સ્પેસ ન્યૂઝને જણાવ્યું હતું કે સેટેલાઈટ હાલમાં ન્યૂયોર્ક, મેડ્રિડ, બેઈજિંગથી ઉત્તર અને દક્ષિણ તરફ ચિલી અને ન્યુઝીલેન્ડ તરફ વાળવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ચીની રોકેટ પ્રદેશમાં ગમે ત્યાં ત્રાટકશે.

Control of Chinese rockets in space has been disrupted. Disaster can strike at any time on earth.

તે દરિયામાં અથવા વસ્તીવાળા વિસ્તારમાં પડી શકે છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે પૃથ્વીની નજીક આવે ત્યારે ચીનના આ રોકેટનો મોટો ભાગ રાખ થઈ જશે. સેટેલાઈટ ટ્રેકરને શોધી કાઢ્યું છે કે 100 ફૂટ લાંબુ ચીની રોકેટ સેકન્ડમાં 4 માઈલની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. ચીને ગુરુવારે આ રોકેટની મદદથી અંતરિક્ષમાં બાનવવામાં આવતા પોતાના સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ મોકલ્યો હતો. આ મોડ્યુલનું નામ તિયાંહે (Tianhe) રાખવામા આવ્યું છે.

નિષ્ણાતોના મતે 21 ટન વજન ધરાવતું આ ઓબ્જેક્ટ ચીનના લોંગ માર્ચ 5બી રોકેટનો મુખ્ય તબક્કો છે. તેમણે કહ્યું કે ગુરુવારે તેના લોકાર્પણ પછી આ રોકેટ સમુદ્રમાં પૂર્વનિર્ધારિત સ્થળે પડવાને બદલે પૃથ્વી પર ત્રાટકવા લાગ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી કેટલાક દિવસોમાં પૃથ્વી પર પડી જશે. રોકેટનો આ મુખ્ય ભાગ 100 ફુટ લાંબો અને 16 ફુટ પહોળો છે.

નિષ્ણાંતો કહે છે કે ચાઈનીઝ રોકેટનો આ વિશાળ ભાગ પૃથ્વીના વાતાવરણમાં સળગી જશે, પરંતુ તેનું કાટમાળ પૃથ્વી પર ગમે ત્યાં પડી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે ચીનના રોકેટ અંતરિક્ષમાં અનિયંત્રિત થયા છે. મે 2020ની શરૂઆતમાં લોન્ચ માર્ચ 5બી રોકેટનો મુખ્ય ભાગ અનિયંત્રિત બન્યો હતો અને તેનો કાટમાળ એટલાન્ટિક મહાસાગર ઉપર પડ્યો હતો. નાસાએ ચીની રોકેટ અકસ્માતને ખરેખર જોખમી ગણાવ્યો હતો. રોકેટ પડતા પહેલા તે યુનાઈટેડ સ્ટેટ્સના લોસ એન્જલસ અને ન્યુ યોર્ક શહેરો ઉપર પસાર થયું હતુ.

ચાઈના એકેડેમી ઓફ સ્પેસ ટેકનૉલોજી (CAST)ના અંતરિક્ષના ડેપ્યુટી ચીફ ડિઝાઈનર બાઈ લિન્હૌએ જણાવ્યું હતું કે ટિઆન્હે મોડ્યુલ સ્પેસ સ્ટેશન તિયાનગોંગના મેનેજમેન્ટ અને કંટ્રોલ સેન્ટર તરીકે કામ કરશે અને તેમાં એક સાથે ત્રણ અવકાશયાન ઉભું કરવાની સુવિધા છે. ચીને તેના સ્પેસ સ્ટેશનનું નામ તિયાનગોંગ રાખ્યું છે. ચાઇનીઝમાં તેનો અર્થ સ્વર્ગનો મહેલ છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">