ચીની કંપનીઓને પાછળ ધકેલીને 6-જી નેટવર્કની તૈયારીમાં લાગ્યું સેમસંગ,10 વર્ષમાં મુખ્ય પ્રવાહમાં જોડાઈ જશે સ્પીડી નેટવર્ક

|

Jul 15, 2020 | 11:20 AM

એક તરફ ચીન 5-જી નેટવર્કને વિકસિત કરવામાં લાગ્યું છે ત્યાં સેમસંગ ઈલેકટ્રોનિક્સ હવે 6-જીની તૈયારી કરી રહ્યું છે. સેમસંગનું માનવું છે કે 6-જીનું ધંધાકીયકરણ વર્ષ 2028 સુધી થઈ જશે. ત્યાંજ તેને મુખ્ય પ્રવાહમાં આવતા લગભગ 10 વર્ષ જેવું લાગશે. એટલે કે 2030 સુધી 6-જી નેટવર્ક મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. આ પહેલા આજે કંપનીએ વાઈટ […]

ચીની કંપનીઓને પાછળ ધકેલીને 6-જી નેટવર્કની તૈયારીમાં લાગ્યું સેમસંગ,10 વર્ષમાં મુખ્ય પ્રવાહમાં જોડાઈ જશે સ્પીડી નેટવર્ક
http://tv9gujarati.in/chini-companyo-n…a-laagyu-samsung/ ‎

Follow us on

એક તરફ ચીન 5-જી નેટવર્કને વિકસિત કરવામાં લાગ્યું છે ત્યાં સેમસંગ ઈલેકટ્રોનિક્સ હવે 6-જીની તૈયારી કરી રહ્યું છે. સેમસંગનું માનવું છે કે 6-જીનું ધંધાકીયકરણ વર્ષ 2028 સુધી થઈ જશે. ત્યાંજ તેને મુખ્ય પ્રવાહમાં આવતા લગભગ 10 વર્ષ જેવું લાગશે. એટલે કે 2030 સુધી 6-જી નેટવર્ક મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. આ પહેલા આજે કંપનીએ વાઈટ પેપર રીલીઝ કર્યું કે જેમાં કંપનીનાં 6-જી વિઝન માટે બતાવવામાં આવ્યું છે. આ પેપરના શિર્ષકને કંપનીએ “ધ નેક્સ્ટ હાઈપર કનેક્ટેડ એક્પીરીયન્સ ફોર ઓલ” રાખ્યું છે. પેપરમાં કંપનીના ટેકનીકલ અને સોશિયલ મેગાટ્રેન્ડ્સ, નવી સર્વિસ, જરૂરીયાત અને સર્વિસીઝ માટે બતાવવામાં આવ્યું છે.

સેમસંગનું કહંવું છે કે 5-જી નેટવર્ક અત્યારે પ્રારંભિક તબક્કામાં છે એવામાં 6-જી નેટવર્કની તૈયારી અત્યારથી કરવું એક સારૂ પગલું રહેશે, કંપની મુજબ નેક્સ્ટ જનરેશન કોમ્યુનિક્શન નેટવર્કને ડેવલપ કરવામાં એક દશક લાગી શકે છે. એવામાં અગર અત્યારથી 6-જી નેટવર્કની તૈયારી શરૂ કરવામાં આવે છે તો નક્કી કરવામાં આવેલી સમયસીમામાં આ નેટવર્કને વિસ્તારી શકાય છે.

એડવાન્સ કોમ્યૂનિકેશનનાં રિસર્ચ સેન્ટર હેડ સુંગયુન ચોઈના જણાવ્યા મુજબ કંપની 6-જી નેટવર્ક માટે રિસર્ચ હેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરી દીધો છે અને તેના પર જરૂરી ડેવલપમેન્ટ પર પણ કામ કરી રહી છે. આ પહેલા એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે જાપાન 6-જી નેટવર્ક સ્ટેન્ડર્ડની તૈયારી કરી રહ્યું છે. NIKKEIની એક રિપોર્ટ મુજબ જાપાને 6-જી નેટવર્કની આઉટલાઈન તૈયાર કરી લીધી છે જોકે 5-જી નેટવર્ક ટેકનોલાજીમાં જાપાન દુનિયામાં અનેક દેશોથી પાછળ છે. જાપાનનું હાલનું 6-જી નેટવર્ક 5-જી કરતા 10 ઘણું સ્પીડી હશે. આ ડેવલપમેન્ટમાં જ જાપાન સૌથી વધારે પાછળ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article