ચીની કંપનીઓ પર સકંજો, Huawei કંપનીને ઈન્કમ ટેક્સ વિભાગે મોકલ્યુ સમન્સ

|

Jun 11, 2022 | 10:57 PM

ઇન્કમ ટેક્સ વિભાગે ફેબ્રુઆરીમાં ગુરુગ્રામ અને કર્ણાટકમાં (Karnataka) કંપનીની ઓફિસ અને કંપનીના સીઈઓના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 8 દિવસ સુધી ચાલી હતી.

ચીની કંપનીઓ પર સકંજો, Huawei કંપનીને ઈન્કમ ટેક્સ વિભાગે મોકલ્યુ સમન્સ
Huawei

Follow us on

ચીનની (China) કંપનીઓના કામ કરવાની રીત પર સરકાર નજર રાખી રહી છે. થોડા મહિના પહેલા સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomiની પૂછપરછ કરવામાં આવી હતી, તો હવે Huaweiના કેટલાક અધિકારીઓને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગની ફરિયાદ પર દિલ્હીની એક કોર્ટે Huawei ટેલિકોમ્યુનિકેશન્સ (ભારત)ના CEO Li Xiongwei અને ત્રણ ટોપના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. ETના સમાચાર મુજબ કંપનીના સીએફઓ સંદીપ ભાટિયા, ટેક્સ હેડ અમિત દુગ્ગલ અને ટ્રાન્સફર પ્રાઈસિંગના ઈન્ચાર્જ લોંગ ચેંગના નામ સામેલ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આરોપી કંપની અને તેના અધિકારીઓના અસહકારને કારણે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

2 વર્ષ સુધીની થઈ શકે છે જેલ

કોર્ટે કહ્યું કે કંપની અને તેના અધિકારીઓ સામે ઈન્કમ ટેક્સ કાયદાની કલમ-275-બી અને કલમ-278-બી હેઠળ સમન્સ જાહેર કરવા માટે પૂરતા દસ્તાવેજો છે. આ કલમોનું ઉલ્લંઘન કરનારને દંડ થઈ શકે છે અથવા બે વર્ષ સુધી જેલ પણ થઈ શકે છે. આદેશ આપતા પહેલા કોર્ટે કંપનીના ચાર અધિકારીઓના નિવેદનોની સમીક્ષા કરી હતી. આ નિવેદનો ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોંધવામાં આવ્યા હતા.

કોર્ટે કહ્યું- આ નિવેદનો દર્શાવે છે કે આ અધિકારીઓએ જાણી જોઈને કેટલાક પ્રશ્નોના સાચા જવાબો આપ્યા નથી. બીજી તરફ અન્ય પ્રશ્નો અંગે આરોપીઓના જવાબો એકબીજા સાથે મેળ ખાતા નથી. આ આરોપીઓની ગુનાહિત માનસિકતા તરફ ઈશારો કરે છે. આ દર્શાવે છે કે કંપનીના અધિકારીઓ કોઈને કોઈ રીતે ઈન્કમ ટેક્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માંગે છે અને કંપનીના ખાતા અને અન્ય દસ્તાવેજો સુધી પહોંચવા દેવા માંગતા નથી. કોઈપણ કારણ વગર આરોપીઓએ માહિતી આપવામાં વધુ પડતો સમય લીધો છે. પરંતુ હજુ સુધી આ અંગે કંપની કે કોઈ અધિકારી તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું છે Huaweiની બાબત?

આ બાબત Huawei દ્વારા ભારતની બહાર તેના સંબંધિત પક્ષો (ક્લાયન્ટ)ને ટેક્નિકલ સેવાના નામે વધેલા પેમેન્ટ સાથે સંબંધિત છે. આ કેસમાં ઈન્કમ ટેક્સ વિભાગે ફેબ્રુઆરીમાં ગુરુગ્રામ અને કર્ણાટકમાં કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ સાથે કંપનીના સીઈઓના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 8 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે ઘણા લેપટોપ, ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ, હાર્ડ ડ્રાઈવ, મોબાઈલ ફોન અને દસ્તાવેજો કબજે કર્યા હતા. આ સાથે કંપનીનું બેંક એકાઉન્ટ અને ટ્રેન્ડ રિસીવેબલ પણ અટૈચ કરવામાં આવ્યા હતા.

Xiaomi પર પણ સમાન આરોપો

આ પહેલા ચીનની અન્ય કંપની Xiaomi પર પણ સરખો જ આરોપ લગાવવામાં આવ્યો હતો. EDએ Xiaomi Indiaની રૂ. 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કંપની પર FEMAનું ઉલ્લંઘનની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે. Xiaomi ઈન્ડિયાએ 2015થી તેની મૂળ કંપનીને ભારતમાંથી નાણાં મોકલવાનું શરૂ કર્યું હતું અને કુલ રૂ. 5,551.27 કરોડ વિદેશી કંપનીઓને મોકલ્યા હતા. કંપનીએ રોયલ્ટી ભરવાની આડમાં આ રકમ મોકલી હતી. આમાં એક વિદેશી કંપની Xiaomi ગ્રુપની છે. જ્યારે અન્ય બે કંપનીઓ અમેરિકાની છે, પરંતુ તેનો અંતિમ ફાયદો માત્ર Xiaomiની કંપનીઓને જ મળ્યો. તેણે વિદેશમાં કામ કરતી આ ત્રણેય કંપનીઓની કોઈ સેવા લીધી ન હતી અને અનેક બનાવટી દસ્તાવેજો બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી હતી.

Next Article